આલુ કપ (Alu Cup recipe in Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બાફેલા બટેટા
  2. 3ડુંગળી જીણી સમારેલી
  3. 1કેપ્સિકમ જીણું સમારેલુ
  4. 8કળી લસણ
  5. 1/2 ચમચીલાલમરચુ
  6. 1/2 ચમચીધાણાજીરૂ
  7. 1/4 ચમચીઆમચૂર
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. નીમક જરૂર મુજબ
  10. 2 ચમચીતેલ
  11. ચપટીજીરૂ
  12. 8બ્રેડ સ્લાઈઝ
  13. 2ચીઝ ક્યુબ
  14. ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  15. ઓરેગાનો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં તેલ મૂકી એમાં જીરૂ નાખવુપછી એમાં લસણ નાખવુ પછી એમાં ડુંગળી નાખી થોડીવાર ચડવા દેવી

  2. 2

    પછી એમાં કેપ્સિકમ નાખવા પછી મેસ કરેલા બટેટા નાખવા અને આમચૂર લાલમરચુ ધાણાજીરું ગરમસાલો નીમક નાખી મીક્સ કરવુ

  3. 3

    હવે બ્રેડ ને વેલણ થી વણી લઇ પાતળી સ્લાઈઝ કરવી પછી એક વાટકી થી ગોળ કટ કરવી અને ગોળ સ્લાઈઝ માં વચ્ચે કાપો મુકવો

  4. 4

    હવે એમાં તેલ કે બટર લગાડી અપ્પમ પેન માં ગોઠવી દેવી હવે એમાં બટેટાનું પુરણ મુકવુ અને ચીઝ મુકવુ

  5. 5

    એની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકીને ધીમા તાપે શેકવા

  6. 6

    તો તૈયાર છે બાળકોને ભાવે એવા આલુ કપગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes