મૂંગલેટ પીઝા

Surekha Parekh @cook_18103066
#goldenapron3
#week 20
#Moong
#મૂંગલેટ પીઝા (Moonglet pizza)
મૂંગલેટ પીઝા
#goldenapron3
#week 20
#Moong
#મૂંગલેટ પીઝા (Moonglet pizza)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની મોગળ દાળ ને ધોઇ ૩ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 2
ત્યારબાદ તેમા મીઠું આદુ મરચાંની પેસ્ટ ઊમેરી ઇનો ઉમેરી લો
- 3
ત્યારબાદ બરાબર મિક્સ કરી હલાવી જાડી તવી અથવા નોન સ્ટિક પેનમાં બટર લગાવી ખીરૂ રેડી પાથરી દો
- 4
અને બટર લગાવી ચડવા દો અને એક બાજુ કડક ચડવા દો અને થઈ જાય એટલે ફેરવી લો
- 5
બીજી બાજુ અે પણ થવા દઇ ફેરવી લો અને તેના ચાર કાપા કરો પણ ઉપર થી જ કાપા થવા જોઇએ નીચે સુધી કટ થવા ન જોઇએ
- 6
હવે કટ પહોળા કરી ત્યારબાદ તેમા પીઝા સોસ લગાડી લો અને છીણેલુ ચીઝ ભભરાવી લો
- 7
હવે તેમાં કેપ્સીકમ, ડુંગળી, ટામેટા મૂકી ઓરેગાનો, ચીલી ફ્લેકસ ભભરાવી દો
- 8
અને બટર લગાવી શેકી લો અને કટ કરી ટોમેટો કેચ અપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12803306



ટિપ્પણીઓ (3)