ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#આલુ
#પોસ્ટ2
ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે.

ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)

#આલુ
#પોસ્ટ2
ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ8-
  1. 8-10નાની બટેટી
  2. 3ચમચા તેલ
  3. 1ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  4. 1ચમચો લીંબુ નો રસ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. લસણ ની ચટણી માટે:
  7. 15-20કળી લસણ
  8. 2ચમચા કાશ્મીરી મરચું
  9. 1ચમચી શેકેલા જીરા પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ભૂંગળા તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    લસણ ની ચટણી ની બધા ઘટકો ભેળવી પાણી વિના ચટણી બનાવો.

  2. 2

    બટેટા ને ધોઈ, કુકર માં પાણી અને મીઠું નાખી બાફી લો. ઠંડા થઈ જાય એટલે છાલ કાઢી લેવી.

  3. 3

    1 ચમચો તેલ એક નોન સ્ટીક વાસણ માં ગરમ મુકો.તેમાં બટેટા નાખી સાંતળી લો. બધી બાજુ ફેરવતા રહેવું.

  4. 4

    પછી તે બટેટા કાઢી તેમાં જ બીજું તેલ ઉમેરી ધીમા આંચ પર લસણ ની ચટણી સાંતળો.

  5. 5

    સંતળાઈ જાય એટલે 1/4 કપ પાણી નાખી સરખું ભેળવી, ઢાંકણ ઢાંકી, ધીમી આંચ પર 2-3 મિનિટ રાંધો. તેલ સપાટી પર આવે ત્યાં સુધી રાંધવું.

  6. 6

    પછી બટેટા ઉમેરી, ભેળવી,બીજી 2-3 મિનિટ રાંધો. કોથમીર અને મીઠું પણ નાખવું.

  7. 7

    આંચ બંધ કરો અને પછી જ લીંબુ નો રસ નાખો અને ભેળવી લો.

  8. 8

    તેલ ગરમ મૂકી ભૂંગળા તળી લેવા.

  9. 9

    ભૂંગળા બટેટા નો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes