રગડા પૂરી (ragda puri recipes in Gujarati)
# વિકમીલ 1
# સ્પાઈસી
# પોસ્ટ ૫
# માઈ ઈ બુક
રગડા પૂરી (ragda puri recipes in Gujarati)
# વિકમીલ 1
# સ્પાઈસી
# પોસ્ટ ૫
# માઈ ઈ બુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા તથા બટેટાને બાફી લેવા ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરુ હિંગ હળદર પાઉડર નાખી બાફેલા વટાણા તથા બટેટા વઘારવા ત્યારબાદ તેમાં મીઠું મરચું પાઉડર ગરમ મસાલો લીંબુનો રસ ટામેટાં ધાણાભાજી નાખી ખૂબ જ ઊકળવા દેવું રગડો તૈયાર છે
- 2
હવે રગડા પૂરી માટેની બધી જ સામગ્રી ઓલો હવે ફુદીનાનો તીખું પાણી બનાવવા માટે ફુદીનો લીલા મરચાં મીઠું સંચર પાઉડર જલજીરા પાઉડર આંબલી નાખી પીસી લો તીખુ પાણી તૈયાર છે
- 3
મીઠું પાણી બનાવવા માટે ફુદીનો આંબલી લીલા મરચાં મીઠું સંચળ પાઉડર ધાણાજીરું પાઉડર જલજીરા પાઉડર ગોળ કે ખાંડ નાખી પીસી લો મીઠું પાણી તૈયાર છે
- 4
હવે લસણ વાળું પાણી બનાવવા માટે લસણ ની કડી આઠ કે ૧૦ નંગ લઈ તેમાં પાણી મરચું પાઉડર મીઠું નાખી પીસી લો હવે પાણીમાં મીઠું સંચળ પાઉડર જલજીરા પાઉડર લીંબુનો રસ લસણની પેસ્ટ નાખી મિક્સ કરો તૈયાર છે લસણ વાળું પાણી
- 5
હવે એક સર્વિંગ પ્લેટમાં પાણીપુરીની પૂરી માં રગડો નાખી તેમાં લસણની ચટણી તથા સેવ નાખો જો ડુંગળી ભાવે તો ડુંગળી પણ નાખી શકાય અને ત્રણે જાતના પાણી એક એક કપમાં લો અને સર્વ કરો તૈયાર છે ગરમાગરમ રગડા પૂરી
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (3)