સ્ટફ ગાર્લિક બ્રેડ (stuffed garlic bread recipe in Gujarati)

સ્ટફ ગાર્લિક બ્રેડ (stuffed garlic bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદાનો લોટ,ઘઉંનો લોટ, દળેલી ખાંડ,મીઠું, તેલ અને હોમમેડ યીસ્ટ નાખો. અને મિક્સ કરી લો.ત્યારબાદ ગરમ પાણી થી લોટ બાંધી લો અને 1 ચમચી તેલ નાખી ને કેળવી લો. ત્યારબાદ તેને ગરમ કેસ્રોલ મા રાખી ને ઢાંકી દો. અને ૩ થી ૪ કલાક માટે ગરમ જગ્યા મા રાખો.
- 2
તમે જોઈ શકો છો કે લોટ નો કેવો સરસ આથો આવ્યો છે. ત્યારબાદ ગાર્લિક બ્રેડ બનાવવા માટેની બધી વસ્તુઓ ભેગી કરી લો.સૌપ્રથમ બટરમાં મીઠું, લસણની પેસ્ટ અને કોથમીર નાંખીને સરખી રીતે મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ બાંધેલા લોટમાંથી એક મોટો લુવો લો અને તેને થોડો જાડો વણી લો.
- 4
ત્યારબાદ તેની ઉપર ગાર્લિક બટર,ચીઝ સ્પ્રેડ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો.
- 5
ત્યારબાદ તેની ઉપર અડધા ભાગમાં ચીઝ ખમણી ને ઉમેરો.ત્યારબાદ તેની ઉપર કેપ્સીકમ, બાફેલા મકાઈ ના દાણા અને ડુંગળી ઉમેરો ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો.કિનારી ઉપર પાણી લગાવીને તેને ફોલ્ડ કરી લો.
- 6
ત્યારબાદ તેની ઉપર ફરીથી ગાર્લિક બટર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લગાવો. અને હાફ કટ લગાવો. ત્યારબાદ તેને બટર થી ગ્રીસ કરેલી પ્લેટમાં મુકો અને પ્રિ હિટ કડાઈમાં ૩૦થી ૩૫ મિનીટ ધીમા તાપે તેને થવા દો તૈયાર છે આપણી સ્ટફ ગાર્લિક બ્રેડ.જે ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ