પનીર ટિક્કા મસાલા સબ્જી(paneer tika masala sabji in Gujarati)

પનીર ટિક્કા મસાલા સબ્જી(paneer tika masala sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેલ પેપર્સ, કાંદા અને પનીર ના ડાઈસ કાંપી લેવા.
૪-૫ કલાક સુધી બાંધેલા દહીં ને પાળી નીકળી જાય એટલે એક મોટા બાઉલમાં કાઢીને બધાં મસાલા નાખી દેવાં. - 2
પછી કાપેલા વેજીટેબલ ના ડાઈસ ને ધીરે ધીરે દહીં વાળા બાઉલમાં નાખવા. બધું બરાબર મિક્સ કરી પનીર ને છેલ્લે નાખવા.આ બાઉલ ને ઢાંકી ૨૫-૪૦ મીનીટમાંટે ફ્રીજ માં મુકી દેવું.
- 3
બરાબર મૈરીનેશન થઈ જાય એટલે ગ્રીલ પેન માં તેલ અથવા બટર નાંખીને પૂરા પેન ને ગ્રીસ કરી દેવું. મૈરીનેટેડ વેજીટેબલ ને એક એક કરીને શેકવા રાખવું. મીડીયમ થી લો ફ્લેમ માં બટર લગાવી ને બરાબર બધી બાજુથી શેકવા.
- 4
ટિક્કા શેકાય જાય એટલે, એક કઢાઈ માં, તેલ નાખી બધાં ખડા મસાલા અને જીરું સાંતણો.પછી હણદર, કાશ્મીરી લાલ મરચું, વરીયાળી પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી શેકો.૨-૩ મીનીટ પછી, ટોમેટો પ્યુરી અને ટોમેટો કેચઅપ નાખો. તેલ છુટું પડે એટલે એકદમ થોડોક પાણી નાખો.કઢાઈ ઢાંકી ને ગ્રેવી કુક થવા દો.
- 5
પછી ૧/૨ ચમચી મલાઈ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.૧/૨ ચમચી કોર્ન ફ્લોર ને પાણી માં પલાળી ને ગ્રેવી માં મિક્સ કરો.ગરમ મસાલો નાખી મિશ્રણ ને મીક્સ કરો.
- 6
ત્યારબાદ, શેકેલા ટિકકા ને ગ્રેવી માં નાખી, કોથમીર નાખી ગેસ બંધ કરો.
- 7
સર્વ કરો, સ્પાઈસી પનીર ટિક્કા મસાલા સબ્જી, રોટી અથવા પરાઠા સાથે.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ