MUNG DAL KHASTA CHEESE KACHORI CHAT 🍪

MUNG DAL KHASTA CHEESE KACHORI CHAT 🍪
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ૪ કલાક પલાળી રોખો ત્યિરબાદ તેને ચોખ્ખા પાણી મા ધોઈ તેને મિકસર મા પીસી લો.એક બાઉલ મા મેદા નાખી તેમા મીઠુ,ધી,સોડા નાખી મિકસ કરી જરૂર મુજબ પાણી લઈ લોટ બાધી લો.અને તેને ૧૦ મિનિટ રેસ્ટ કરવા મૂકો.જયા સુધી કચોરી મસાલો તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈ મા તેલ નાખી ગરમ કરો તેમા જીરૂ, હિગ,વરિયાળી પાઉડર,બેસન નાખી શેકી લો.બેસન શેકાઈ જાય બાદ તેમી મગ ની પીસેલી દાળ નાખો જયા સુધી દાળ એકદમ ડા્ય થાય ત્યા સુધી તેને શેકો. ત્યારબાદ તેમા બધા મસાલા નાખો અને મસાલો એકદમ સૂકો થાય ત્યા સુધી તેને શેકવુ કચોરી મસાલો એકદમ છૂટો પડી જાય એટલે ગેસ બંધ કરી લેવુ.
- 3
મેદા નો બાધેલો લોટ લો(સ્ટેપ ૧).તેમાથી નાનો લૂવો લઈ મેદા ના અટામણ મા રગદોળો. અને નાનો લૂવો લો.
- 4
તેની નાની રોટલી વણી વચ્ચે કચોરી સ્ટફીગ (મસાલો સ્ટેપ ૨) ભરો.અને બંધ કરી લો.અને હાથ મા લઈ ગોળ ફેરવતા જવુ જેથી તે મોટી થશે.અને તેને ગોલ્ડન બા્ઉન ફા્ઈ કરી (તળી) લો.
- 5
ગોલ્ડન બા્ઉન થાય બાદ ગરમ ગરમસવૅ કરી લો.અથવા ચીઝ ચાટ બનાવી લો.કચીરી મા વચ્ચે ખાડો કરી તેમા બારીક કાપેલા કાદા,લીલી ગી્ન ચટણી નાખો.
- 6
ત્યારબાદ તેમા ખાટી-મીઠી આંબલી ની ચટણી, સેવ,ચાટ મસાલો,ચીઝ નાખી સવૅ કરો.
- 7
તૈયાર છે ખસ્તા કચોરી ચીઝ ચાટ...
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (4)