પનીર ચિલી ઈડલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં રવો,મીઠું, દહીં નાખી મિક્ષ કરો, પછી તેમાં જરૂર મજુબ પાણી લઈ તેને ઈડલી ના ખીરું જેવું તૈયાર કરો.
- 2
પછી એક કઢાઈમાં માં તેલ ગરમ કરી તેમાં આદુ,લસણ, ડુંગળી, સિમલા મરચાં કાપી સંતાળો. પછી તેમાં સોયા સોસ,રેડચિલી સોસ,કેચપ,મીઠું, મરી પાઉડર,વિનેગર નાખી સંતાળો પછી તેમાં પનીર ના નાના ટુકડા નાખી મિક્ષ કરી ઉપર થી લીલી ડુંગળી નાખો
- 3
હવે ઈડલી નું કૂકરમાં પાણી નાખી તેને ગરમ કરો,પછી ઈડલી ના ખીરા માં જરૂર પડે તો પાણી નાખી દો, ને તેમાં ઈનો નાખી હલાવી લો. પછી તે ખીરા માંથી એક ચમચી ઈડલી સ્ટેન્ડ માં નાખો પછી તેમાં તૈયાર કરેલી પનીર ચિલી નાખો,પાછું તેના પર ઈડલી નું ખીરું નાખી દો.
- 4
તેને 15મિનિટ થવા દો,પછી તેને કોપરાની ચટણી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13068198












ટિપ્પણીઓ