વેજીટેબલ હાંડવો(vegetable handvo recipe in Gujarati)

Savani Swati @cook_19763958
વેજીટેબલ હાંડવો(vegetable handvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હાંડવા ઢોકળા ના લોટ માં દહીં કે છાસ નાખી પાલડી ને 4 થી 5 કલાક આથો લાવવા માટે મૂકી દો. પાલડતી વખતે જ તેમાં હળદર ઉમેરવી.
- 2
ત્યારબાદ આથો આવેલ હાંડવો ના ખીરા માં બધા શાકભાજી ને છીણી ની મદદ થી છીણી કે જીણા સમારીને ખીરા માં ઉમેરો, ત્યાર બાદ લાલ મરચું પાઉડર,અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખીને હલાવો,.
- 3
અને સોડા અને મીઠું નાખીને ખૂબ ફીણી લો.
- 4
હવે એક નોનસ્ટિક પેન માં તેલ મૂકી, લીમડો,રાઈ, તલ નાખીને ખીરું ઉમેરો અને ઢાંકી ને ધીમી આંચ પર થવા દો.
- 5
થોડીવાર બાદ પલટાવી દો, અને બીજી બાજુ ચડવા દો.
- 6
ચપુ ની મદદ થી ચેક કરી, ને બહાર કાઢીને ગ્રીન ચટણી કે ચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088022





ટિપ્પણીઓ