મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati

Kinjal Shah @cook_17759229
મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને પાંચ થી છ કલાક પલાળો. કાણાવાળ વાડકામાં નીતારો.પછી મિક્સરમાં અધકચરી વાટો એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ સાતંડો. પછી તેમાં હળદર,મરચું, ધાણાજીરું પાઉડર, વરીયાળી તથા મગની દાળ ઉમેરી હલાવો. દાળનો બધું જ પાણી ઉડી જવું જોઈએ ત્યાં સુધી ગેસ પર ચડાવો. તૈયાર છે મગની દાળની કચોરી નો સ્ટફીગ.
- 2
મેંદાના લોટમાં મીઠું તથા ઘીનું મોણ નાખી પાણી વડે નરમ લોટ બાંધો. લોટને પંદરથી વીસ મિનિટ ઢાંકીને રહેવા દો. લોટ માંથી નાના લુવા બનાવી પૂરી વણો. પુરીમાં અંદર મગની દાળનું સ્ટફીગ ભરી ફરીથી જાડી પૂરી વણો.
- 3
શરૂઆતમાં હાઈ ફ્રેમ ગેસ પર મગની દાળની કચોરી ને તરો. કચોરી ફૂલે એટલે તેને ધીમા ગૅસે ક્રિસ્પી થાય એવી તરો. રેડી છે ગરમા ગરમ મગની દાળની કચોરી જેને તમે ચટણી સાથે સર્વ કરી ને કહી શકો છો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13096282















ટિપ્પણીઓ