તંદુરી મોમોસ (Tandoori Momos Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
  1. ૧ કપમેંદો
  2. ૧ ચમચીતેલ
  3. મીઠું સ્વાદમુજબ
  4. સ્ટફિંગ માટે
  5. ૨ કપઝીણું સમારેલું કોબીજ,કેપ્સીકમ,ગાજર
  6. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદમુજબ
  9. ૧/૨ ચમચીઆદુ ની છીણ
  10. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  11. ૧/૨ ચમચીસોયાસોસ
  12. તંદુરી મસાલા માટે:
  13. ૩ ટે સ્પૂનશેકેલો બેસન
  14. ૩-૪ ટે ચમચી દહીં
  15. ૧ ચમચીલાલ મરચું
  16. ૧/૨ ચમચીહળદર
  17. ૧/૨ ચમચીગરમ મસાલો
  18. ૨ ચમચીધાણાજીરૂ
  19. ૧/૨ ચમચીચાટ મસાલો
  20. ૧/૪ ચમચીલીંબુ નો રસ
  21. મીઠું સ્વાદમુજબ
  22. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  23. ૧ ચમચીતેલ
  24. ૨ ટે સ્પૂનતેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદા માં મીઠું અને તેલ નાખી મિક્ષ કરી લેવું થોડું થોડું પાણી ઉમેરી મિડીયમ કણક બાંધવી. ૧૫-૨૦ મિનિટ માટે કણક ને રેસ્ટ આપવો

  2. 2

    હવે કોબીજ, ડુંગળી, કેપ્સીકમ અને ગાજર માં મીઠું નાખી બરાબર મિક્ષ કરી લેવું હવે એક એમાંથી બધું પાણી નીચોવી સઈ શાકભાજ કોરું કરી લેવું

  3. 3

    હવે બધો મસાલો કરી દહીં બરાબર મિક્ષ કરી લેવું

  4. 4

    હવે કણક માંથી નાના લુઆ કરી લઈ ન બહુ ન જાડી ન બહુ પાતળી એવી પૂરી વણી વચ્ચે સ્ટફિંગ ભરી મોમો નો આકાર આપી સીલ કરી દેવું

  5. 5

    હવે સ્ટીમર પ્લેટ માં મૂકી ૧૦ મિનિટ માટે સ્ટીમ કરી લેવાં

  6. 6

    હવે એક વાસણ માં બેસન તેલ અને દહીં માં બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું હવે એમાં મોમોસ નાખી બરાબર રગદોળી દેવું ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપવો

  7. 7

    હવે પેન મા તેલ મૂકી બરાબર રોસ્ટ કરી લેવું ત્યારબાદ ગેસ પર આ રીતે શેકી લેવા જેથી તંદૂર નો ફ્લેવર આવે

  8. 8

    હવે ડુંગળી લીંબુ અને સેઝવાન ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes