પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

પાણીપૂરીમાં ફૂદીનાનાં ચટપટા પાણીની સાથે, ટેસ્ટી ગરમ રગળો અને ઠંડો આલૂ-ચણાનો મસાલો જરુરી છે.

#સુપરશેફ1
#પોસ્ટ૧
#શાકઅનેકરીસ
#માઇઇબુક
# પોસ્ટ૧૭

પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)

પાણીપૂરીમાં ફૂદીનાનાં ચટપટા પાણીની સાથે, ટેસ્ટી ગરમ રગળો અને ઠંડો આલૂ-ચણાનો મસાલો જરુરી છે.

#સુપરશેફ1
#પોસ્ટ૧
#શાકઅનેકરીસ
#માઇઇબુક
# પોસ્ટ૧૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ સૂકા સફેદ વટાણા
  2. ૩૦૦ ગ્રામ બટાકા(રગળા માટે)
  3. લીલા મરચા
  4. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  5. ૫-૬ લસણની કળી
  6. ૧ ટી સ્પૂનમીઠું
  7. ૧ ટી સ્પૂનરાઇ
  8. ચપટીહીંગ
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૧ ટેબલ સ્પૂનતેલ
  11. ૧ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  12. (હવેની સામગ્રી ચણા મસાલા માટે)
  13. ૧૫૦ ગ્રામ સૂકા દેશી ચણા
  14. ૩૦૦ ગ્રામ બટાકા (આલૂ-ચણા મસાલા માટે)
  15. ૧ ટી સ્પૂનસંચળ પાઉડર
  16. ૧ ટી સ્પૂનમીઠું
  17. ૧ ટી સ્પૂનપાણીપૂરીનો મસાલો
  18. ૨ ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચાની પેસ્ટ
  19. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  20. ૧ ટી સ્પૂનજીરુ પાઉડર
  21. ૧ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  22. (હવેની સામગ્રી પાણી બનાવવા માટે)
  23. ૧૫૦ ગ્રામ ફૂદીનાનાં ચૂંટેલા પાન
  24. ૫૦ ગ્રામ કોથમીર
  25. ૪-૫ તીખાં લીલા મરચાં
  26. ૨ લિટરઠંડું પાણી
  27. ૧ ટેબલ સ્પૂનમીઠું
  28. ૧ ટેબલ સ્પૂનપાણીપૂરીનો મસાલો
  29. રસવાળું લીંબુ
  30. ૧ ટી સ્પૂનજલજીરા મસાલો
  31. ૧ ટી સ્પૂનસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૂકાં વટાણા અને ચણાને અલગ અલગ રીતે ૬ કલાક માટે પલાળી લો.

  2. 2

    પછી વટાણા, ચણા અને બટાકા ને અલગ-અલગ કુકરમાં મીઠું નાખીને બાફી લો. બાફેલા બટાકાની છાલ નીકાળી મસળીને રાખો.

  3. 3

    સૌથી પહેલા ફૂદીના-મરચાં નું તીખું પાણી બનાવીશું. કારણ કે આજ પાણી ગરમ રગળાનાં મસાલામાં જશે.

  4. 4

    પાણી બનાવવા, ફૂદીનાનાં પાન, ૫૦ ગ્રામ કોથમીર, લીલા મરચાને મિક્સરમાં વાટી લો. તેમાં થોડું પાણી નાંખી ગળણી થી એક મોટી તપેલીમાં ગાળી લો. તેમાં ૨ લીટર માંનું બાકીનું પાણી, લીંબુનો રસ, મીઠું, પાણીપૂરીનો મસાલો, સંચળ પાઉડર, જલજીરા મસાલો નાખો. પાણી તૈયાર છે.

  5. 5

    રગળા માટે, લસણ, લીલા મરચાં, લાલ મરચું પાઉડર
    અને મીઠું વાટીને ચટણી બનાવો. કઢાઇ માં વઘારનુ તેલ મૂકી રાઇ, હીંગ નો વઘાર કરો. તેમાં હળદર નાખી, બાફેલા વટાણા અને મસળેલા બટાકા(અડધા) નાખો. હલાવીને તરત વાટેલી લસણની ચટણી નાખો. પછી તેમાં બનાવેલા લીલા પાણી માંથી ૫૦૦ મિલી જેટલું પાણી નાખો. અને બરાબર ઉકળવા દો. રગળો તૈયાર છે. ઉપરથી કોથમીર નાખી મિક્સ કરી લો.

  6. 6

    ચણાના મસાલા માટે, એક બાઉલમાં ચણાને થોડાં મસળી, બાકીના મસળેલા બટાકા, મીઠું,લાલ મરચું, જીરુ પાઉડર, સંચળ પાઉડર, પાણીપૂરીનો મસાલો, આદું મરચાની પેસ્ટ, કોથમીર નાખી મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes