ભજીયા કઢી(bhajiya kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચણાના લોટ લઇ એની અંદર મીઠું અને સાજીના ફૂલ નાખી અને થોડું પાણી નાખીને ભજીયાનો ખીરૂ બનાવી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી એના ભજીયા ઉતારી લો
- 2
હવે એક વાસણમાં ચણાના લોટ અને છાશ પાણી મિક્સ કરી લો પછી એક કડાઈ ગેસ ઉપર રાખો એની ઉપર છાશ અને ચણાના લોટનું મિશ્રણ નાખી અને એની અંદર હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો લીંબુ નાંખીને સરખી રીતે ઉકાળી લો પછી પાછા એક કડાઈમાં તેલ ગરમ કરી એની અંદર રાઈ જીરું સૂકા મરચા લીમડાના પાન લાલ મરચું પાઉડર નાખીને કઢી ઉપર વઘાર કરો વઘાર થઈ જાય પછી એની અંદર બનાવેલા ભજીયા નાખીને હલાવી લો અને પાંચ મિનિટ ધીમા તાપે પકાવો કઢી સરખી રીતે પાકી જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને કોથમીરથી ગાર્નિશ કરો
- 3
તો તૈયાર છે ભજીયા કઢી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127168











ટિપ્પણીઓ (7)