ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
#ફાસ્ટફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ લઈ તેમાં ૫૦૦ ગ્રામ મેદો લેવો. પછી તેમાં પ્રિ મિક્સ, બ્રેડ ઈમ્પ્રુવ, અને યીસ્ત નાખવી.યિસ્ત ને પાણી મા ઓગળીને તેને ૧૦ મિનિટ પેહલા રેસ્ત આપવો પછી મેદો માં એડ કરવી.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને સોફ્ટ લોટ બાંધી લેવો.હવે તેને એક સાફ પ્લેટફોર્મ પર લઈ ને લોટ ને બરાબર મસળવો જેથી બરાબર મિક્સ થઈ અને યિસ્ત્ પણ અંદર ભેળવી જઈ.
- 3
હવે લોટ બરાબર થઈ જાય એટલે તેને ઓછામાં ઓછો ૧કલાક રેસ્ટ આપવો તેને કોટન કપડાથી ઢાંકી દેવું એ રીતે કે અંદર એર જઈ શકે.
- 4
હવે લોટ બરાબર થઈ ગયો છે અને તે એકદમ ફૂલી પણ ગયો છે હવે ત્યાર બાદ તેને બ્રેડ માટે ૧૩૦ ગ્રામ વજન કરીને લઈ ને તેને પેન મા હાથ ની મદદ થી ગોળ રાઉન્ડ માં ફેલાવી દેવો.
- 5
હવે તેના ઉપર ગરલીક બટર લગાવીને ઉપર થી કાપેલું લસણ પણ એડ કરવું બરાબર બધે બાજુથી જેથી ટેસ્ટ પણ લસણ નો સારો આવશે.
- 6
હવે તેની ઉપર મોજ રેલા ચીઝ સ્પ્રેડ કરવી અને તેની ઉપર કોર્ન અને જેલેપીનો એડ કરવા અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્ષ પણ ઉપર થી એડ કરવાં.
- 7
હવે તેની ઉપર થી કવર કરી દેવી. અને ચપ્પુ ની મદદ થી ઉપર ઉપર થોડા થોડા કાપા પડી દેવા.અને ઉપર થી પણ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉપર થી સ્પ્રેડ કરવા.
- 8
હવે તેને પી હિટ કરેલા ઓવેન માં ૨૨૦ ડિગ્રી થી ૧૦ થી ૧૫ મિનિટ માટે બેક કરવું અને થોડા થોડા ટાઈમે જોતા રેહવું જેથી બડી ના જઈ.
- 9
હવે રેડી છે ગારલિક બ્રેડ તેને ગરમ ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (56)