મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#સુપરશેફ1
#શાકએન્ડકરીસ
મેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે.

મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)

#સુપરશેફ1
#શાકએન્ડકરીસ
મેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
6 વ્યક્તિ
  1. 2 કપસમારેલી મેથી ની ભાજી
  2. 1 કપલીલા વટાણા
  3. 1/2 કપકાંદા ની પ્યૂરી
  4. 1/2 કપકાજુ (10-15 નંગ) - મગજતરી (2 ટેબલસ્પૂન) ની પેસ્ટ
  5. 1/2 કપદૂધ
  6. 1/4 કપફ્રેશ ક્રીમ અથવા મલાઈ
  7. 1/4 કપસમારેલી કોથમીર
  8. 2 ટેબલસ્પૂનલસણ ની પેસ્ટ
  9. 2 ટેબલસ્પૂનઆદુ ની પેસ્ટ
  10. 1 ટેબલસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ (તીખાશ પ્રમાણે)
  11. 1 ટેબલસ્પૂનધાણા જીરૂં પાઉડર
  12. 1 ટેબલસ્પૂનગરમ મસાલો પાઉડર
  13. 1 ટેબલસ્પૂનકસૂરી મેથી
  14. 4-5 ટેબલસ્પૂનઘી
  15. 4-5 ટેબલસ્પૂનતેલ
  16. 1/4 ટીસ્પૂનસૂંઠ પાઉડર
  17. 1 ટેબલસ્પૂનબટર
  18. 1/4 ટીસ્પૂનહિંગ
  19. 1 ટીસ્પૂનશાહી જીરૂં
  20. 1 ટીસ્પૂનખાંડ
  21. 1 ટીસ્પૂનમરી પાઉડર
  22. 1 ટીસ્પૂનકાંદા લસણ મસાલો
  23. ચપટીહલ્દી
  24. મીઠું સ્વાદ મુજબ
  25. પાણી
  26. વઘાર માટે - 1 ટુકડો તજ, 2-3 લવંગ, 2-3 મરી, 1 તેજ પત્તુ, 1-2 ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરી એમાં મીઠું અને 1/2 ટીસ્પૂન ખાંડ નાખી એમાં લીલા વટાણા ઉમેરી 5-7 મિનિટ બ્લાન્ચ કરો. એવી જ રીતે મેથી ની ભાજી ને પણ 1 મિનિટ માટે બ્લાન્ચ કરો. પછી ગરમ પાણી કાઢી ને ઠંડુ પાણી ઉમેરો (ખાંડ અને ઠંડા પાણી નાખવા થી લીલો રંગ જળવાય રહે છે). પછી એને ગાળી લો.

  2. 2

    હવે એક પેણી માં ઘી અને તેલ મૂકી આખા ગરમ મસાલા નો વઘાર કરો. આખા મસાલા ફૂટે પછી એમાં જીરૂ અને હિંગ ઉમેરી કાંદા ની પ્યુરી, લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળો. તેલ છૂટું પડે એટલે એમાં ચપટી હલ્દી, ધાણા જીરૂ પાઉડર, સૂંઠ પાઉડર, મરી પાઉડર નાખી બરાબર હલાવો.

  3. 3

    હવે એમાં કાજુ -મગજતરી ની પેસ્ટ નાખો અને એને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે એમાં ક્રીમ અને દૂધ નાખી ને સાંતળો. પછી તેમાં 1/2 ટીસ્પૂન ખાંડ નાખો. હવે એમાં કસૂરી મેથી હાથ થી મસળી ને નાખો. પછી એમાં ગરમ મસાલો અને કાંદા લસણ નો મસાલો નાખી બરાબર હલાવો. ગ્રેવી ની થીક્નેસ્સ જે પ્રમાણે જોઈતી હોઈ એ પ્રમાણે પાણી ઉમેરી કકળાવો.

  4. 4

    હવે ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યારે બ્લાન્ચ કરેલી મેથી અને લીલા વટાણા નાખી મિક્સ કરો અને 5-7 મિનિટ કકળાવો. છેલ્લે એમાં કોથમીર અને બટર નાખો.

  5. 5

    ગરમા ગરમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથી મટર મલાઈ તૈયાર છે. કોથમીર અને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી ગરમ રોટી, નાન, પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes