કારેલા ની છાલની ટીક્કી(karela ni chaal ni tikki recipe in gujarati)

# ફ્લોર #સત્તું નો લોટ #ચણાનોલોટ
આ સત્તું નો લોટ આમતો શેકેલા ચણાનો લોટ હોયછે પણ જો તે ના હોય તો દળીયાને પીસીને પણ લોટ તૈયાર કરાયછે. મેં પણ દાડયાની દાળ પીસીને લોટ તૈયાર કર્યોછે અમારે ત્યાં વરસાદ ચાલુ રહેવાથી હું માર્કેટમાં જઈ ના શકી તો તે જે વસ્તુ ઘરમાં હોય તેનાથી જ કામ ચલાવ્યુંછે. બીજું કે કરેલા અત્યારે ચોમાસામાં ખુબજ સારા એવા પ્રમાણમાં મળેછે તો તેની છાલ ધોઈને તેનો પણ ઉપયોગ કર્યોછે. તો આ ટીક્કીની રીત પણ જોઈ લો.

રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાની છાલને ધોઈ ને જીણી સમારીને તેમાં મીઠું નાખી હલાવી ને 1 કલાક રાખવી જેથી મીઠાનું પાણી થશે ને છાલની કડવાશ નીકળી જશે તેને બરાબર હાથથી મસળીને હાથમાં લઈને મુઠ્ઠી વળી ને પાણી નિતારવું. જેથી પાણી નીકળી જશે ને તેની કડવાશ પણ દૂર થશે
- 2
ત્યારબાદ એક પહોળા વાસણમાં બન્ને લોટ ને આદુમરચાની પેસ્ટ કારેલાની પેસ્ટ તલ હળદર નમક ગરમ મસાલો પીશેલી ખાંડ લીંબુનો રસ મરચુપાવડર ધાનાજીરું આબધું જ નાખીને હાથથી મિક્સ કરવું જરૂર પડે તો જ પાણી લેવું નહીં તો લોટ એમજ બનધાય જશે લોટ બાંધીને તેના એક સરખા લુવા કરવા
- 3
તે લુવાનો મનગમતો શેફ આપવો ને ઉપર તલ પણ ચોંટાડવા આ રીતે બધીજ ટીક્કી તૈયાર કરવી.
- 4
ત્યારબાદ ગેસ ઉપર તેલ એક પેનમાં લઈને ગરમ કરવા મુકવું તે બરાબર ગરમ થાય પછી તેમાં ટીક્કી મુકવી તે એક બાજુ ગોલ્ડનબ્રાઉન થાય પછી તેને બીજી તરફ ફેરવવી ફરી તેને ગોલ્ડનબ્રાઉન કરવી ગેસની ફ્લેમ સ્લોમીડિયમ રાખવી આરીતે બધી જ ટીક્કી તૈયાર કરવી.
- 5
તેને ગરમ મશાલા વળી ચા સાથે કે શોષ કે ચટણી સાથે સર્વ કરવી. મારા ઘરમાં બધાને ચા સાથે જ ખાવી ગમેછે એટલે મેં શોષ કે ચટણી નથી સર્વ કરી. તો તૈયાર છે કારેલાની છાલની ટીક્કી. કોઈને ખબર પણ નહીં પડે કે કારેલાની છાલની ટિક્કીછે.
- 6
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)