હેલ્દી પોકેટ

મિત્રો બાળકો સલાડનું નામ સાંભળે એટલે મોઢું બગાડે બાળકોને હંમેશા ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે ભાવતું હોય છે પણ માતા તરીકે આપણને હંમેશા ચિંતા સતાવતી હોય છે કે કેમ કરી બાળકોને આપણે હેલ્ધી ફૂડ ખવડાવીએ મિત્રો આ વસ્તુનો વિચાર કરી ને એક હેલ્ધી રેસિપી તૈયાર કરી છે આશા છે તમને પણ ઉપયોગમાં આવશે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ બાંધી તેમાંથી રોજે આપણે બનાવી છે તે પ્રમાણે ભાખરી બનાવી લો લોટ થોડો ઢીલો બાંધવો જેથી કરીને શેકેલી ભાખરી કરતા તૂટી ન જાય હવે તેના પર ટોમેટો કેચપ અને મેયોનીઝ લગાવો
- 2
ત્યારબાદ તેના પર કેપ્સીકમ ટામેટા ગાજર ડુંગળી કોબીજ અથવા તમારી પાસે જે પણ ઘરમાં સલાડ અવેલેબલ હોય તે કટીંગ કરીને તેમાં નાખો હવે તેના પર mix herbs તથા ચાટ મસાલો ભભરાવો વધારે ટેસ્ટ માટે તેની પર સેજવાન ચટણી નાખી બરોબર બધું મિક્સ કરી લો
- 3
બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની પર ચીઝ છીણી નાખો
- 4
હવે તેને ચારે બાજુથી પોકેટ બને તે રીતે ફોલ્ડ કરો
- 5
ગ્રીલ મશીન ને બંને બાજુ બટર થી ગ્રીસ કરીને આ પોકેટ ને ગ્રીલ કરી લો ફોલ્ડ કરેલો ભાગ નીચે આવે તે રીતે મૂકવો જેથી કરીને પોકેટ ઓપન ન થઈ જાય
- 6
તો તૈયાર છે આપણો હેલ્ધી પોકેટ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)