મેથીના ગોટા/ભજીયા(methi gota recipe in Gujarati)

#સુપરશેફ3
#week3
#મોન્શુન સ્પેશલ
વરસાદ આવે ત્યારે આપણને કંઈક ઝડપથી થઈ જાય અને ગોટા કે ભજીયા, બટેકા ની ચિપ્સ એવુ કંઈક ખાવાનું મન થાય છે. તો આજે મેથીના ભજીયા બનાવ્યા છે અને સાથે તેમાં ડુંગળી એડ કરેલી છે. કેમકે ઘણીવાર બાળકોને મેથીના ગોટા કડવા લાગે છે પણ તેમાં ડુંગળી ઉમેરવાથી ગોટા કડવા લાગતા નથી.. અને બાળકો હોંશે હોંશે ખાઇ લે છે.. કેમકે મેથીની ભાજી માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ની ભાજી અને કોથમીર લઈ તેને કાણાવાળા baul રાખી ધોઈ લો. જેથી તેમાં રહેલી ધૂળ નીકળી જાય..... તપેલીમાં ચણાનો લોટ, મીઠું હળદર, મરચું પાઉડર, ધાણાજીરૂ, બેકિંગ સોડા ઉમેરી લો. સાથે ઝીણી ડુંગળી સમારી લો. અને કોથમીર અને મેથીની ભાજી પણ સમારી લો.....
- 2
પછી બધું જ ચણાના લોટ માં ઉમેરો.... જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ બનાવી લો.... અને કડાઈમાં તેલ મૂકી ના ના ગોટા પાડી તળી લો.... આ રીતે ધીમે ધીમે કરીને બધા જ ગોટા બદામી રંગ ના તળી લો....
- 3
ચા બનાવવા માટે એક તપેલીમાં એક કપ દૂધ લઇ તેમાં ચા ની ભૂકી અને ખાંડ ઉમેરો..., પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો.....
- 4
ત્યારબાદ આદુ ઉમેરો... અને થોડા તુલસીના પાન ઉમેરો. (જે અત્યારના આ કોરોના મહામારી થી બચવા માટે ઉપયોગી છે)
- 5
ત્યારબાદ ગોટા ને સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચપ અને ચા સાથે સર્વ કરો...
- 6
તો મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો......
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)