રેઈનબો મઠરી(rainbow mathri recipe in gujarati)

રેઈનબો મઠરી(rainbow mathri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા મેંદો અથવા ઘઉં નો લોટ, ચોખા નો લોટ, રવો ઉમેરી ઘી નું મુઠ્ઠી પડતુ મોણ નાખી મીઠું નાખી મિક્સ કરવું.
- 2
હવે આ મિશ્રણને અલગ અલગ જેટલા કલર જોતા હોય એટલા કલર ના લોટ માટે ભાગ પાડી લેવા.
- 3
અલગ અલગ ફુડ કલર્સ ના મીશ્રણ વડે પાણી ની મદદ થઈ પરોઠા જેવો લોટ બાંધી લો. અને બધા જ લોટ ને 15 મિનિટ સુધી રહેવા દો.
- 4
બધા જ લોટ માથી એક જ માપ ની મોટી પતલી રોટલી વણી લો.
- 5
હવે એક કલર ની રોટલી લો. તેના પર ઘી લગાવી રવો ભભરાવો. આખી રોટલી પર સરખું પડ થવુ જોઈએ. પછી તેના પર બીજી રોટલી મુકી ફરી ઘી અને રવો ભભરાવો. આ રીતે ઉપર ઉપર બધી જ રોટલી ગોઠવી લો.
- 6
હવે એક બાજુ થી વાળતા જઈ અને ટાઈટ રોલ વાળી લો. પછી રોલ ને હળવા હાથે પાટલા પર ફેરવવો જેથી સરસ રોલ વળી જાય. ભાખરવડી ની જેમ થોડી મોટી સાઇઝ મા કાપી એક એક કટકો ઉભો હળવા હાથે દબાવી થોડો વણી લો.
- 7
ગરમ તેલમાં ધીમા તાપે ક્રીસ્પી થાય ત્યા સુધી તળી લો. ઉપર થોડો ચાટ મસાલો છાંટી ગરમ ગરમ ચા સાથે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)