મગ ની દાળ ની કચોરી (mung dal kachori recipe in gujarati)

મગ ની દાળ ની કચોરી (mung dal kachori recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં મેંદો લો
- 2
તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરો
- 3
તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરો
- 4
૧ લીંબુ નો રસ નાખો
- 5
થોડું પાણી રેડી પૂરી જેવો કઠણ લોટ બાંધવો
- 6
લોટ ને ૧૦ મિનિટ માટે સાઈડ પર સેટ થવા દો
- 7
એક કડાઈ માં પાણી મૂકી દાળ ને ૧૦ મિનિટ સુધી બાફવા દો
- 8
પાણી નિતારી લો
- 9
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં વડિયારી,જીરું નાખી બરાબર સાતડો
- 10
જેટલી મગની દાળ હોય તેટલું બેસન નાખી સાતડો
- 11
તેને હલાવતા રહેવું અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો
- 12
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો
- 13
કોરું થાય ત્યાં સુધી મધ્યમ ગેસ પર થવા દો
- 14
પછી તેમાં ચપટી હિંગ,૧ ટી ચમચી લાલ મરચુ,૧ ટી ચમચી હળદર,૧ ટી ચમચી સંચાર પાઉડર નાખી બરાબર મિક્સ કરો
- 15
મસાલા માં બાફેલી મગ ની દાળ નાખી કોરું થાય ત્યાં સુધી મધ્યમ ગેસ પર થવા દો
- 16
પછી મીઠું,ખાંડ, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખો
- 17
લીલા ધાણા સમારેલા ભભરાવો
- 18
લોટને મસળી લુઆ બનાવી લો
- 19
મસાલા નાં પણ ગોળા બનાવી લો
- 20
પછી પૂરી વણી તેમાં કચોરી ની જેમ ગોળા મૂકી બરાબર વાડો
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ