ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#ઉપવાસ
શ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ...

ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)

#ઉપવાસ
શ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 minit
3 સર્વિંગ્સ
  1. ૨૦૦ ગ્રામ મોરૈયો
  2. ૫૦ ગ્રામ સાબુદાણા
  3. ૧ કપદહીં
  4. ૩ ચમચીસીંગદાણા નો ભૂકો
  5. ૩ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. નમક
  7. તળવા માટે તેલ
  8. ૩ નંગટામેટા
  9. 4 નંગબાફેલા બટાકા
  10. ૧ ચમચીકાશ્મીરી મરચું
  11. ઝીણી સમારેલ કોથમીર
  12. કોથમીર મરચા ની લીલી ચટણી
  13. ૧૦-૧૨ નંગ સીંગદાણા
  14. લીમડો
  15. જીરું
  16. ૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

40 minit
  1. 1

    સૌપ્રથમ મિક્સર માં મોરૈયા તેમજ સાબુદાણા નો કરકરો ભૂકો કરી લ્યો.હવે એક કડાઈ માં આ ભૂકાના બે ગણા માપ નુ પાણી લઇ, તેમાં ૧ ચમચી તેલ લઇ પાણી ઉકળે એટલે એમાં નમક, મોરૈયા નો ભૂકો નાખી એકદમ પકવી લ્યો.

  2. 2

    હવે આ મોરૈયો ઠંડો થાય એટલે તેમાં ૨ બટાકા નો માવો, ૩ ચમચી સિંગદાણાનો ભૂકો,૨ ચમચી આદુ મરચાની પેસ્ટ,૧ કપ દહીં, કોથમીર નાખી મિક્સ કરી લ્યો. આ મિશ્રણ ના હવે મેંદુવડા વાળી લ્યો.

  3. 3

    હવે આ મેંદુવડા ને મધ્યમ તાપ પર તેલ માં બદામી કલર ના તળી લ્યો.

  4. 4

    સંભાર માટે: ૩ ટામેટા ને પાણી માં એકદમ ઉકાળી લ્યો. હવે તેમાં ૨ બાફેલા બટાકા છૂંદીને નાખી તેમાં બ્લેન્ડર ફેરવી પ્યુરી બનાવી લ્યો. એક કડાઈ માં ૨ ચમચી તેલ લઇ, તેમાં જીરું, લીમડો, સીંગદાણા, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ નાખી, સેજ સાંતળી ને આ બનાવેલી પ્યુરી નાખો. તેમાં નમક, કાશ્મીરી મરચું તેમજ કોથમીર ઉમેરી ૫ મિનિટ ઉકળવા દ્યો. ત્યારબાદ ગરમ ગરમ વડા સાંભર ને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

Similar Recipes