દાળ પકવાન(dal pakvan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ને ધોઈને ૧ કલાક પલાળી દેવી.
- 2
એક વાસણ માં બંને લોટ, અજમો, ઘી, મીઠું, પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી એને ૩૦ મિનીટ રાખી મૂકવો.
- 3
કુકર માં તેલ લઇ એમાં આખું જીરું, લીમડો, હિંગ, ડુંગળી, આદું મરચાં ની પેસ્ટ, ટામેટા, પલાળેલી દાળ, મીઠું, ધાણાજીરું પાઉડર, હળદર, લાલ મરચુ પાઉડર, પાણી નાખી બરાબર મિક્સ કરી એને ૨ સિટી થાય ત્યાં સુધી કુક કરવું
- 4
હવે એક વઘારિયા માં ૨ ચમચી તેલ લઇ એમાં હિંગ, આચાર મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી એને દાળ માં નાખી મિક્સ કરી લેવું. પછી એમાં ગોળ, લીંબુ નાખી બરાબર ઉકાળી લેવું.
- 5
હવે તૈયાર કરેલી કણક માંથી રોટી વણી એમાં કાપા પડી ૧૫ મિનીટ સુધી ડ્રાઈ થવા દેવી.
- 6
હવે પકવાન ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા.
- 7
એક પ્લેટ માં દાળ અને પકવાન લઇ ડુંગળી જોડે સર્વ કરવું. ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી સાથે પણ ખૂબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13282478




ટિપ્પણીઓ