ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલા મકાઈ ના દાણા
  2. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  3. 1 નાની ચમચીચોખા નો લોટ
  4. ચપટીમીઠું
  5. તેલ તળવા માટે
  6. 1/2ડુંગળી ઝીણી સમારેલી
  7. 2 ચમચીટામેટું ઝીણું સમારેલું
  8. 1 ચમચીલીલું કેપ્સિકમ ઝીણું સમારેલું
  9. 1લીલું મરચું ઝીણું સમારેલું
  10. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  11. 1 ટેબલ સ્પૂનકેચ અપ
  12. ચપટીચિલી ફ્લેકશ
  13. ચપટીઓરેગાનો
  14. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કોર્ન ને બાફી લો અને દાણા છૂટા પડી લો. હવે તેમાં કોર્ન ફ્લોર, ચોખા નો લોટ અને મીઠું ઉમેરી ને મિક્સ કરી લો. પાણી ના ઉમેરવું. જરૂર લાગે તો 2 થી 3 ટીપાં ઉમેરવા કોર્ન લોટ થી ચોંટે એટલા પૂરતું. ગરમ તેલ માં મધ્યમ આંચ પર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  2. 2

    ટામેટા, ડુંગળી, લીલું મરચું અને કેપ્સિકમ ઝીણા સમારી લો. તેમાં મીઠું, મરી, ઓરેગાનો, ચિલી ફ્લેકશ, કેચ અપ અને કોથમીર નાખીને મિક્સ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ ને તળેલા ક્રિસ્પી કોર્ન માં ઉમેરીને તરત સર્વ કરો. તૈયાર છે ક્રિસ્પી કોર્ન ચાટ. મેં આ ચાટ ને શોટ ગ્લાસ માં સર્વ કરી છે. તમે તમારી મનગમતી રીતે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes