કેસર ઈલાયચી શ્રીખંડ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ સહેજ ગરમ કરી એમાં ૧ ચમચી ઘાટી છાસ નું મેળવણ નાખી દહીં બનાવી લેવું. દહીં મોળું થવુ જોઇએ.
- 2
હવે દહીંને મલમલ ના કપડા માં નાખી એને ૨ કલાક માટે લટકાવી પાણી નિતારી દેવું. પછી એને ચારણી માં રાખી નીચે તપેલી મૂકીને ૬-૭ કલાક ફ્રીઝ માં નીતરવા રાખવું (એનાથી દહીં ખાટું નહી પડે)
- 3
દહીંનો મસ્કો તૈયાર છે. હવે એમાં ગરમ દૂધ માં પલાળેલ કેસર, ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું. (ખાંડ સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકાય).
- 4
હવે એમાં ઈલાયચી, પીળો ફુડ કલર નાખી બરાબર મિક્સ કરી એને એક પ્લાસ્ટિક ડબા માં ભરી ૨-૩ કલાક સેટ થવા દેવું. પછી એને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13294553




ટિપ્પણીઓ