સેવ ઉસળ(sev usal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ધોઈને ૭-૮ કલાક માટે પલાળી ૨ સિટી થાય એટલું કુક કરવું. વટાણા ને વધુ બાફવાના નથી. થોડા આખા રહેવા જોઈએ.
- 2
હવે ટામેટા, ડુંગળી, લસણ ની ગ્રેવી બનાવી લેવી.
- 3
કડાઈ માં તેલ મૂકી એમાં આખું જીરું, તૈયાર કરેલી ગ્રેવી નાખી ૨-૩ મિનીટ ચડવા દેવું. પછી એમાં વટાણા, બાફીને મેશ કરેલું બટેટું, બધા મસાલા, લીંબુ, જરૂર મુજબ પાણી નાખી નાખી ૫-૭ મિનીટ ઉકાળવું.
- 4
હવે છેલ્લે કોથમરી નાખી એને સેવ, પાઉં, લીલી ડુંગળી, લસણ ની તીખી ચટણી જોડે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298193




ટિપ્પણીઓ (3)