કરાચી કુકીઝ(karachi cookies recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બટર, ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું. લાઈટ અને ક્રીમી થાય ત્યાં સુધી બીટ કરવું
- 2
હવે એમાં મેંદો, કસ્ટર્ડ પાઉડર, બેકિંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
પછી એમાં ટુટીફ્રૂટી, કાજુ ના ટુકડા, મિક્સ ફ્રૂટ ઍસેન્સ, દૂધ (પહેલા ૧-૨ ચમચી નાખવું. જરૂર લાગે તો વધુ નાખવું) નાખી ગોળા બનાવી શકાય એવું મિશ્રણ તૈયાર કરવું.
- 4
હવે એનો લાંબો રોલ બનાવી એને પ્લાસ્ટિક માં કવર કરી ફ્રીઝ માં ૨ કલાક માટે સેટ થવા મૂકવું.
- 5
પછી બહાર કાઢી ચપ્પુ થી ૧/૨ ઇંચ ના રાઉન્ડ કટ કરી લેવા. હવે એને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં થોડા અંતરે રાખી પ્રી હિટેડ ઓવન માં ૧૮૦° પર ૧૨-૧૫ મિનીટ માટે બેક કરવું. (જરૂર લાગે તો ટાઈમ વધારે કરી શકાય)
- 6
હવે એને બહાર કાઢી ૧૦ મિનીટ ઠંડુ થવા દેવું. હવે એને એર ટાઇટ ડબા માં ભરી ૮-૧૦ દિવસ સુધી સાચવી શકાય છે. આ કૂકીઝ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે તો એક વાર જરૂર થી બનાવજો.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (3)