કરાચી કુકીઝ(karachi cookies recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  1. ૧.૫ કપ / ૧૯૫ ગ્રામ - મેંદો
  2. ૩/૪ કપ / ૧૨૦ ગ્રામ - દળેલી ખાંડ
  3. ૧/૨ કપ/ ૬૦ ગ્રામ - કસ્ટર્ડ પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂન- બેકિંગ પાઉડર
  5. ૧/૨ કપ- ટુટીફ્રૂટી
  6. ૧/૪ કપ- કાજુ ના ટુકડા
  7. ૧/૪ ટી સ્પૂન- મિક્સ ફ્રૂટ ઍસેન્સ
  8. ૧/૨ કપ/ ૧૧૦ ગ્રામ - બટર
  9. ૪-૫ ચમચી - દૂધ (જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનીટ
  1. 1

    એક બાઉલ માં બટર, ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું. લાઈટ અને ક્રીમી થાય ત્યાં સુધી બીટ કરવું

  2. 2

    હવે એમાં મેંદો, કસ્ટર્ડ પાઉડર, બેકિંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    પછી એમાં ટુટીફ્રૂટી, કાજુ ના ટુકડા, મિક્સ ફ્રૂટ ઍસેન્સ, દૂધ (પહેલા ૧-૨ ચમચી નાખવું. જરૂર લાગે તો વધુ નાખવું) નાખી ગોળા બનાવી શકાય એવું મિશ્રણ તૈયાર કરવું.

  4. 4

    હવે એનો લાંબો રોલ બનાવી એને પ્લાસ્ટિક માં કવર કરી ફ્રીઝ માં ૨ કલાક માટે સેટ થવા મૂકવું.

  5. 5

    પછી બહાર કાઢી ચપ્પુ થી ૧/૨ ઇંચ ના રાઉન્ડ કટ કરી લેવા. હવે એને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં થોડા અંતરે રાખી પ્રી હિટેડ ઓવન માં ૧૮૦° પર ૧૨-૧૫ મિનીટ માટે બેક કરવું. (જરૂર લાગે તો ટાઈમ વધારે કરી શકાય)

  6. 6

    હવે એને બહાર કાઢી ૧૦ મિનીટ ઠંડુ થવા દેવું. હવે એને એર ટાઇટ ડબા માં ભરી ૮-૧૦ દિવસ સુધી સાચવી શકાય છે. આ કૂકીઝ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે તો એક વાર જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

Similar Recipes