ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#NoOvenBaking
#Cake
#કેક
#recipe3
#સાતમ
#જન્માષ્ટમી

ચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે!

ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)

#NoOvenBaking
#Cake
#કેક
#recipe3
#સાતમ
#જન્માષ્ટમી

ચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

70 મિનિટ
5 સર્વિંગ્સ
  1. ➡️ કેક માટે સુકા ઘટકો:
  2. 3/4 કપઘઉંનો લોટ
  3. 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  4. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  5. 1 ચપટીમીઠું
  6. 100 ગ્રામખાંડ માપી ને દળી લેવી
  7. ➡️ ભીના ઘટકો-
  8. 1/2 કપપાણી
  9. 3 ટેબલસ્પૂનફ્લેવરલેસ તેલ
  10. 2 ટીસ્પૂનવિનેગર
  11. 1/2 ટીસ્પૂનઇન્સ્ટન્ટ કોફી પાઉડર (Nescafe)
  12. 1 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  13. ➡️ ચોકલેટ ફ્રોસ્ટિંગ માટે-
  14. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  15. 50 ગ્રામફ્રેશ ક્રીમ
  16. જરૂર મુજબ ફ્રેશ ક્રીમ ચોકલેટ ડ્રીપ ફ્રોસ્ટિંગ બનાવવા માટે

રાંધવાની સૂચનાઓ

70 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ, કોકો પાઉડર, બેકિંગ સોડા, મીઠું અને દળેલી ખાંડ ચારણી માં લઇ એક વાસણ માં ચાળી લો અને બરાબર મિક્સ કરો. હવે બીજા વાસણ માં બધા ભીના ઘટકોને મિક્સ કરો.

  2. 2

    હવે એક મોટી પેન માં મીઠું નાખી, એની ઉપર સ્ટેન્ડ મૂકી ને ઢાંકી દો અને 7-10 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર પ્રી હીટ કરો. હવે કેકે ના મોઉલ્ડ ને ગ્રીઝ કરી ને એની અંદર બટર પેપર મૂકી ને તૈયાર રાખો. સૂકા ઘટકોને ભીના ઘટકોમાં મિક્સ કરો અને સ્મૂથ કોંસિસ્ટેંસી વાળું મિશ્રણ બનાવો. (મિશ્રણ ને વધારે પડતું હલાવવું નહિ).

  3. 3

    આ મિશ્રણ ને તરત કેકે ના મોઉલ્ડ માં રેડી દો અને તેને પ્રી હીટ કરેલી પેન માં સ્ટેન્ડ પર મૂકી ને ઢાંકણું ઢાંકી દો. પેહલા મીડીયમ હાઈ ફ્લેમ પર 10 મિનિટ કુક કરો અને પછી લો મીડીયમ ફ્લેમ પર 25-30 મિનિટ માટે કુક કરો.

  4. 4

    હવે 30 મિનિટ પછી, સ્કીવર અથવા ટૂથપીકનો ઉપયોગ કરીને કેકે ને વચ્ચે થી તપાસો. જો તે સ્વચ્છ બહાર આવે છે, તો તેનો અર્થ એ કે કેક તૈયાર છે.

  5. 5

    હવે કેક ને પેન માંથી બહાર કાઢી લો અને તેને લગભગ 5 મિનિટ સુધી ઠંડુ થવા દો. ત્યાર બાદ કેક ની ઉપર બ્રશ ની મદદ થી દૂધ લગાવો, જેથી કેક નો ઉપર નો ભાગ નરમ રહેશે. કેકને વધુ ઠંડુ કરો અને ત્યારબાદ એને અનમોઉલ્ડ કરી વાયર રેક પર મૂકી એની ઉપર મસલીન કપડું ઢાંકી દો જેથી કેક સુકાઈ ન જાય.કેક ને રૂમ ટેમ્પરેચર પર 1 કલાક માટે ઠંડુ થવા દો.

  6. 6

    હવે ચોકલેટ ગનાશ બનાવવા માટે ફ્રેશ કરીમ ને થોડું ગરમ કરો અને સમારેલી ડાર્ક ચોકલેટ પાર રેડી દો. તેને બરાબર મિક્સ કરો જેથી ચોકલેટ ઓગળી જાય અને મિશ્રણ સ્મૂથ બને.

  7. 7

    હવે આ મિશ્રણ 2 ભાગ કરો. વહીપડ ગનાશ બનાવવા માટે 1 ભાગ ને ફ્રિજ માં 30 મિનિટ માટે ઠંડુ કરવા મુકો। હવે લિક્વિડ ગ્લેઝિંગ / ડ્રિપ ગનાશ બનાવવા માટે બીજા ભાગ માં વધુ ક્રીમ ઉમેરો અને મિક્સ કરો. હવે આ ડ્રિપ ગનાશ ને કેક પર રેડી દો અને સરખું પાધરી દો. હવે વહીપડ ગનાશ ને ફ્રિજ માંથી કાઢી ને ઇલેક્ટ્રિક બિટર થી બીટ કરો જેથી હલકું વહીપડ ગનાશ બનશે। બીટ કરવાથી તેનો રંગ લઈટ બ્રોઉન થશે.

  8. 8

    આ વહીપડ ગનાશ ને સ્ટાર નોઝલ વાળી પાઇપિંગ બેગ માં ભરો અને મનગમતી ડિઝાઇન કેક પર બનાવો। હવે ઈચ્છા મુજબ ફળ, ચોકલેટ, વેફલ, વગેરે થી ગાર્નિશ કરો. કોકો પાઉડર સ્પ્રિંકલ કરો. સર્વ કરતાં પહેલાં તમે કેક ને રેફ્રિજરેટ કરી શકો છો. તૈયાર છે ડિલિશિઅસ ડેકાડ઼ેન્ટ વ્હીટ ચોકલેટ કેક!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes