સુરતી ચીઝ લોચો (surti cheese locho recipe in Gujarati)

#વેસ્ટ
લોચો સુરત મા ખુબ જ પ્રખ્યાત છે ખમણ બનાવતા લોચો થઈ ગયો અને ત્યાર થી લોચો ફેમસ થઈ ગયો લોચો અલગ અલગ વેરાયટી મા મળે છે લોચો ખમણ કરતા થોડો કાચો હોય છે. મેં આજે ચીઝ લોચો બનાવ્યો છે.
સુરતી ચીઝ લોચો (surti cheese locho recipe in Gujarati)
#વેસ્ટ
લોચો સુરત મા ખુબ જ પ્રખ્યાત છે ખમણ બનાવતા લોચો થઈ ગયો અને ત્યાર થી લોચો ફેમસ થઈ ગયો લોચો અલગ અલગ વેરાયટી મા મળે છે લોચો ખમણ કરતા થોડો કાચો હોય છે. મેં આજે ચીઝ લોચો બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા દાળ ને 5-6 કલાક માટે પલાળી દો.
- 2
દાળ પલળી જાય એટલે તેને મિક્સર જાર દહીં, બેસન અને પાણી નાખી દાળ ને પીસી લો.
- 3
પીસેલી દાળ બાઉલ મા કાઢી 7-8 કલાક માટે આથો લાવવા ગરમ જગ્યા પર મૂકી દો.
- 4
હવે આથો આવી જાય એટલે નાના બાઉલ મા 2 ચમચા ખીરું લઇ તેમા 1/2 ચમચી હળદર, 1/2 ચમચી હિંગ, 1 ચમચી તેલ, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, સ્વાદ મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો.ત્યાર બાદ તેમા જે માપ થી ખીરું લીધું હોય તેજ માપ થી તેમા પાણી ઉમેરો (2 ચમચા ખીરું અને 2 ચમચા પાણી)મિક્સ કરી તેમા 1 ચમચી ઇનો નાખી મિક્સ કરી લો.
- 5
હવે સ્ટીમર મા પાણી ગરમ મૂકી તેમા પ્લેટ પર તેલ લગાવી પ્લેટ ને 5 મિનિટ ઢાંકી ગરમ કરી લો. ત્યાર બાદ તેમા ત્યાર ખીરું ઉમેરી દો. હવે તેને મીડીયમ આંચ પર 15-20 મિનિટ થવા દો.
- 6
(200 ગ્રામ દાળ માથી સ્ટીમર ની 2 પ્લેટ લોચો બને છે મેં અહીં ઘટકો મા 2 પ્લેટ ના માપ લખ્યા છે)
- 7
લોચા ની ચટણી માટે :-2 નંગ મરચા, અડધો કપ કોથમીર, 2 ચમચી સીંગ ના દાણા, 1/2 લીંબુ નો રસ, 1 ચમચી ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સર જાર મા પીસી લો.
- 8
લોચા મસાલા માટે :- 1/2ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી જીરૂ, 1/2 ચમચી મરી પાઉડર, 1 ચમચી લાલ મરચુ આ બધું બાઉલ મા લઈ મિક્સ કરી લો.
- 9
લોચો બની જાય એટલે સર્વિંગ પ્લેટ મા લઈ તેમા તેલ, લોચા મસાલો, કાંદા, જીણી સેવ, અને ચીઝ છીણી, ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (3)