પાવભાજી (Paubhaji Recipe In Gujarati)

#વેસ્ટ
#post 35
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખુબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. આજે મે મુંબઈ સ્ટાઇલ પાવભાજી ઘરે બનાવી છે, જે ગુજરાતી લોકો ની પણ એટલી જ પ્રિય છે, જેથી લોકો એને ખાવાનું ખુબ પસંદ કરે છે, પાવભાજી એ શાકના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક એવી ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે અને એ પણ બટરથી સેકેલા જેનાથી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે બટર ને પાવભાજીમાં ઉમેરો તો સ્વાદ કંઈક અલગ જ લાગે છે અને જો વરસાદ પડે તો ગરમ ખાવાની મોજ પડે છે મારા ઘરમાં તો બધાને ખુબ ભાવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધું શાકભાજી કટ કરી એને પાણી થી ધોઈ લઈશુ, પછી એક કૂકર લઈશુ એમાં પાણી રેડીશુ પછી બધું કટ કરેલ શાક એડ કરી 3થી 4 સિટી ધીમા ગેસ પર મારી બાફી લઈશુ.
- 2
પછી બફાઈ કૂકર ઠંડુ પડે ત્યાં સુધી એક બાજુ એની ગ્રેવી ત્યાર કરીશુ, ગ્રેવી માટે પેલા ટામેટા અને ડુંગળી ને મિક્સર માં ક્રશ કરી લઈશુ. પછી એક કડાઈ લઈશુ એમાં 1 ચમચી તેલ એડ કરીશુ તેલ ગરમ થાય એટલે એમાં ટામેટા અને ડુંગળી ને કેપ્સિકમ જે થોડું જીણું કટ કરીને અલગ રાખ્યું છે એને અંદર નાખી સેકી લઈશુ.
- 3
પછી એમાં ટામેટા અને ડુંગળી ની ગ્રેવી એડ કરીશુ, લસણની ચટણી એડ કરીશુ. પછી એને શેકવા દઈશુ, ત્યાં સુધી કૂકર ઠંડુ પડી ગયું અસે તો એમાં થી બધું શાક દબાવી લઈશુ.
- 4
પછી જે ગ્રેવી ત્યાર કરી છે એમાં 1 ચમચી લાલ મરચું, 1ટી ચમચી ગરમ મસાલા, 1/4 ચમચી હળદર, 2 ચમચી પાવભાજી મસાલો એડ કરી બધું મિક્સ કરી લઈશુ, પછી એમાં શાક એડ કરીશુ થોડું પાણી એડ કરીશુ, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશુ, 1/2 લીંબુ નીચોવી દઈશુ, પછી બધું મિક્સ કરી લઈશુ.
- 5
પછી એની ઉપર બટર એડ કરીશુ, ધાણા કટ કરેલા ભભરાવી દઈશુ, પછી બન ને ઘી કાંતો બટર થી સેકી લઈશુ અને એને સલાડ અને પાપડ ભાવે તો એની જોડે પિરસીશુ, તો આપડી પાવભાજી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)