ઇડલી સંભાર(idli recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલી દાળ અને ચોખાને અલગ-અલગ ક્રશ કરી લો ક્રશ કરતી વખતે મીઠું એડ કરવું પાણી એડ કરવો નહીં હવે એક બાઉલમાં દાળ અને ચોખા ના મિશ્રણ ને લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી મિક્સ કરવું મિક્સ કરતી વખતે એક જ સાઈડ પાંચથી સાત મિનિટ હલાવવું હવે બાઉલને કોથળામાં(કોઈ જાડા કપડામાં) લપેટીને દસથી બાર કલાક માટે કોઈ ગરમ જગ્યા પર રાખી દો જેથી આથો આવી જાય
- 2
હવે એક કુકરમાં બધી જ દાળ લઈ તેમાં એક ટામેટુ ૧ ડુંગળી લસણની કળી મીઠું હળદર પાઉડર ગરમ મસાલો અને પાણી એડ કરી દાળ બાફી લેવી બફાઈ જાય એટલે બ્લેન્ડરથી ક્રશ કરી લો
- 3
હવે જે દાળ-ચોખા નું મિશ્રણ છે તેમાં જરૂર પ્રમાણે પાણી અને ખાવાના સોડા એડ કરી થોડું હલાવી લેવું હવે ઈડલી સ્ટેન્ડમાં ઈડલી બનાવી લેવી બની જાય એટલે ઈડલી પર મરી પાઉડર એડ કરો
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આખું જીરું હિંગ આદુ-મરચા-લસણની પેસ્ટ ડુંગળી સમારેલી ટામેટાં સમારેલા મીઠું જીરુ પાઉડર લાલ મિર્ચ પાઉડર કોથમીર મીઠા લીમડાના પાન લીંબુનો રસ આ બધું જ એડ કરી મિક્સ કરી બે મિનિટ સાંતળો બે મિનીટ પછી દાળમાં એડ કરી દેવું અને દાળને 20 મિનિ ઉકાળવી દાળ બની જાય કોથમીર એડ કરીને ઈડલી જોડે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)