દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી લઈને તેણે ખમણી વડે છીણી લો. હવે કૂકરમાં ૧ વાટકી ઘી નાખી દુધી માંથી પાણી ન છૂટે ત્યાં સુધી તેને સાંતળો. હવે કુકર ને બંધ કરી ત્રણ સીટી વગાડી લો.
- 2
કુકર ને ખોલો અને દૂધીનું ખમણ બફાઈ ગયું છે તે લોયામાં લઈ લો. ફાસ્ટ ગેસે પાણી બણવા દો અને તેમાં ખાંડ એડ કરો.
- 3
જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો એટલે ખાંડ પણ પાકી જાય અને દૂધીમાં બરાબર મીઠાસ ચડી જાય. હવે માવાને ખમણી વડે છીણી લો. હવે માવાને હલવા માં એડ કરો અને ઇલાયચી પાઉડર પણ એડ કરો.
- 4
હવે સતત તેને હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ના થાય. હવે તેમાં કાજુ એડ કરો અને હલાવતા રહો.
- 5
હવે તમને લાગે કે ઘટ્ટ થઇ ગયો છે, એટલે તેને નીચે ઉતારી લો. ફરવા દો. એક વાટકી બદામને મિક્સર કરી ઝીણો ભૂકો કરો.
- 6
હવે હલવો ઠરી ગયો છે,માટે તેના ગોળ ગોળ લાડુ વાળો ગણપતિ બાપા ને લાડુ જ પ્રિય છે. હવે એને બદામના ભૂકામાં રગદોળો જેથી કરીને લડ્ડુ એકબીજા પર ચોંટે નહીં.
- 7
આ તમારા દૂધીના હલવા ના લાડુ તૈયાર ગણપતિ બાપા ને ભોગ ધરાવવો આને તમે પ્રસાદ ખાઓ.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ