રવા નો શીરો અને લાડુ (Suji Sheero and Ladoo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આં સ્વાદિષ્ટ શીરો બનાવવા માટે જોઈતી બધી જ વસ્તુઓ તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ કડાઈ મા ૧/૨ કપ ઘી મૂકો. ત્યાર બાદ ૨ મિનિટ પછી તેમાં રવો ઉમેરો. અને સરખી રીતે તેને મિક્સ કરી ધીમી આંચ પર રહેવા દો.
- 3
રવો થઈ જશે ત્યારે તેમાં બબલ જોવા મળશે ત્યાર બાદ તેમાં ખાંડ અને પાણી ઉમેરો. ફરી થી સરખી રીતે મિક્સ કરો અને ધીમી આચ પર રહેવા દો.
- 4
ત્યાર બાદ તેને સતત હલાવો અને થોડી વાર એમ જ રહેવા દો.
- 5
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને મીઠાસ વાળો રવા નો શીરો. તેમાં પસંદ મુજબ કાજુ બદામ કિશમિશ જેવું ડ્રાય ફ્રુટ ઉમેરી ગાર્નિશ કરો.
- 6
હવે આં જ શિરા નો ઉપયોગ કરી આપણે ગણપતિ સ્પેશીયલ લાડુ પણ બનાવી શકીએ છીએ. તો તેના સ્ટફિંગ માટે ખજૂર અંજીર ના લાડુ લીધેલા છે જે ની રેસિપી મારા રેસિપી ના લિસ્ટ મા છે.
- 7
તેના માટે થોડો શીરો લઈ અને તેની વચ્ચે એક લાડુ મૂકો. ત્યાર બાદ તેને ગોળ આકાર આપો અને લાડુ ના મોલ્ડ મા ફીલ કરો. થોડું પ્રેસ કરો એટલે આવી જસે એકદમ મોદક જેવો આકાર.
- 8
ત્યાર બાદ લાડુ મા ઉપર થી કેસર ઉમેરો જે લાડુ નો દેખાવ વધુ આકર્ષક બનાવશે. તો તૈયાર છે સરખી વસ્તુ મા થી સ્વાદિષ્ટ અને મીઠાસ ભરી ૨ રેસિપી.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (2)