ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા(Instant rava na dhokla recipe in gujarati)

#ફટાફટ
રવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને સરળથી બની જાય છે, તે લગભગ ૨૦ મિનિટમાં બની જાય છે, જ્યારે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે આ ઢોકળા ખૂબ જ સહેલા રહે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલમાં રવો લો, ત્યારબાદ રવાને ખાટી છાસ માં પલાળો. (આ ઢોકળાનું બેટર આપણે તરત જ યુઝ કરી શકીએ છીએ)
- 2
તેમાં આપણે મીઠું અને ઈનો ઉમેરીશું ઈનો ઉમેરતા રવો તરત જ ફૂલી જશે.
- 3
હવે એક એલ્યુમિનિયમ નું વાસણ લઈ અને તેને ઓઇલથી ગ્રીસ કરીશું, અને તેમાં ઢોકળાનું બેટર ઉમેરીશું.
- 4
હવે બીજા એક બાઉલમાં આપણે વઘાર માટે તેલ લેશું, તેમાં રાઈ, લીલા મરચાં અને લીમડાનો વઘાર કરીશું.
- 5
હવે આ વઘાર આપણે ઢોકળાના બેટર પર નાખીશું અને થોડું ચમચી એથી હલાવી લેશું, અને તેમાં લાલ મરચું છાંટીશું.
- 6
હવે એક તપેલામાં ગરમ પાણી મૂકી, કાંઠો રાખી એમાં આપણું ઢોકળાનું બેટર વાળું વાસણ મૂકી દેશું, તેને લગભગ દસ મિનિટ સુધી આપણે ચડવા દેશું.
- 7
દસ મિનિટ બાદ આપણા સરસ મજાના ઢોકળા તૈયાર થઈ જશે.
- 8
તેને સર્વિંગ ડીશમાં લઈ અને ચટણી સાથે સર્વ કરીશું.
- 9
તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ અને ખૂબ જ સરળ રીતે બને એવા રવાના ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)