સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)

spicequeen @mrunalthakkar
સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સબવે સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ બધી સોસ ની વસ્તુઓ એક વાસણમાં લઈને વ્હિસ્ક ની મદદથી બરાબર હલાવી લેવી. સેન્ડવીચ માટેનો સોસ તૈયાર છે. આ સૉસ ત્રણથી ચાર દિવસ સુધી ફ્રિજમાં સારો રહે છે.
- 2
લેટ્યૂસ ને ધોઈને લાંબી ઝીણી સમારી લેવી. બીજા બધા શાકભાજી ધોઈને ગોળ કાપી લેવા. સેન્ડવીચ માટેની બધી વસ્તુઓ તૈયાર કરી લેવી.
- 3
સેન્ડવીચ બનાવવા માટે સૌ પ્રથમ એક બ્રેડ રોલ ને વચ્ચે થી કાપી લેવો. એના પર સૌપ્રથમ લેટ્યૂસ અને પછી બીજા બધા શાકભાજી ગોઠવી દેવા. હવે એના પર તૈયાર કરેલો સૉસ ઉમેરવો. સૉસ વધારે માત્રામાં ઉમેરવામાં આવશે તો સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે એના પર છીણેલું ચીઝ અથવા તો ચીઝ સ્લાઈસ ગોઠવી દેવા. બ્રેડ રોલ ના કાપેલા બીજા ભાગને આ બધી વસ્તુઓની ઉપર મૂકી દેવો.
- 4
સબવે સેન્ડવિચ તૈયાર છે સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559269









ટિપ્પણીઓ (4)