વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati)

વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણી કરીને તેમાં એક ચમચી તેલ અને ચમચી મીઠુ ઉમેરીને ગરમ પાણીમાં પાસ્તા ઉમેરો અને ચાર થી પાંચ મિનિટ સુધી તેને ચઢવા દો અને પછી ગેસ બંધ કરીને ઠંડું પાણી રેડવું જેથી કરીને પાસ્તા ખુલ્લા ખુલ્લા બનશે.
- 2
હવે એક બીજા વાસણમાં ઘી ગરમ કરીને તેમાં લોટ શેકો. લોટ શેકાઈ જાય સુગંધ આવવા માંડે એટલે તેમાં ધીમે-ધીમે દૂધ રેડો કલર બદલાવવો જોઈએ નહીં.
- 3
હવે તેને લગાતાર ચલાવતા રહે તે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું પછી ત્યાં મરી પાઉડર ઉમેરો અને ક્રિમી ટેક્સચર આવે એટલે તેને ગેસ બંધ કરી દેવો.
- 4
હવે એક બીજા વાસણમાં ઘી ગરમ કરીને તેમાં સ્વિટકોરન, ફણસી, શિમલા મરચા ઉમેરો અને સારી રીતે સાંતળો. થોડા ચડી જાય એટલે પછી આ શાક ને વ્હાઈટ સોસ મીક્સ કરો.
- 5
ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ત્રણ-ચાર મિનિટ સુધી ઢાંકીને તેને ચડવા દો.
- 6
સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને ગરમા ગરમ પરોસો.
- 7
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ