રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પેકેટ મેગી
  2. 2પાઉચ મેગી મસાલા
  3. 1મોટો કાંદો ઝીણો સમારેલો
  4. 1/2કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 1/2 કપચીઝ છીણેલું
  6. 1 ચમચીઝીણા સમારેલા લીલા મરચા
  7. 2 ચમચીલાલ મરચું
  8. 1 કપબેસન
  9. 1 ચમચીકોર્ન ફ્લોર
  10. પાણી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેગી ના બે પેકેટ માંથી એક પેકેટ મેગી ને થોડું પાણી મૂકી બાફી લો. મેગીને અધકચરી બાફવી.

  2. 2

    બીજા મેગીના પેકેટ માંથી કાચી મેગી કાઢીને તેને હાથથી મસળી ને થોડી ક્રશ કરવી અને એક ડિશમાં અલગથી રાખવી.

  3. 3

    બાફેલી મેગીને એક બાઉલમાં કાઢી લો. તેને હલકા હાથે છૂટી પાડી દો.મેગી ઠરે એટલે તેમાં કાંદા, કેપ્સિકમ, લીલા મરચાં, મેગી મસાલો, લાલ મરચું, ચીઝ તથા સ્વાદ અનુસાર મીઠું નાખીને બધું મિક્સ કરી લો.

  4. 4

    હવે તેલવાળો હાથ કરીને આ મેગી મિક્ચર માંથી નાના નાના ગોળ પકોડા બનાવો.

  5. 5

    એક વાસણમાં બેસન અને કોર્નફ્લોર લઈને તેમાં જરૂરિયાત મુજબ પાણી અને મીઠું નાખીને તેનું બેટર રેડી કરો. બેટર બહુ પાતળું ના હોવું જોઈએ.

  6. 6

    મેગી પકોડા ને આ બેટર માં બોળી અને તેમાંથી કાઢીને તેને કાચી ક્રશ કરેલી મેગી માં રગદોળો.

  7. 7

    ગરમ તેલમાં મેગી પકોડા તળી લો. અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી પકોડાને ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes