લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)

આ અથાણું મેં મારા સાસુમાં પાસેથી શીખ્યું છે જે છેલ્લા 30 વર્ષ થી આ અથાણું બનાવે છે ...સ્વાદ માં ખૂબ જ સ્વાદીષ્ટ અને બનાવવામાં સરળ છે અને 1 વર્ષ સુધી એ તેને store કરી શકો છો તો આપ પણ જરૂર
થી બનાવજો...
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
આ અથાણું મેં મારા સાસુમાં પાસેથી શીખ્યું છે જે છેલ્લા 30 વર્ષ થી આ અથાણું બનાવે છે ...સ્વાદ માં ખૂબ જ સ્વાદીષ્ટ અને બનાવવામાં સરળ છે અને 1 વર્ષ સુધી એ તેને store કરી શકો છો તો આપ પણ જરૂર
થી બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીંબુ ને પાણી થી બરાબર સાફ કરીને કોરા કરી લો. હવે એક લીંબુ ના ચાર ભાગ થાય એમ તેને સમારી લો અને લીંબુ માંથી બીજ કાડી લો.
- 2
હવે બધા લીંબુ સમારી લીધા બાદ તેને એક મોટા વાસણ (તપેલી) માં લો.અને તેમાં 1 વાટકી મીઠું અને 2 ચમચી હળદર ઉમેરી મિક્સ કરો.
- 3
આ લીંબુ ને 3 દિવસ માટે હળદર અને મીઠા માં રાખી મુકવાના છે જેથી લીંબુ soft થઈ જાય...એટલે દિવસ માં 3 થી 4 વાર આ લીંબુ ને ઉછાળવા અને ફરીથી ઢાંકીને મૂકી દેવા...3 દિવસ આ જ પ્રક્રિયા કરવી..
- 4
ચોથા દિવસે લીંબુ માથી પાણી છૂટ્યું હશે અને લીંબુ સરસ સોફ્ટ થઈ ગયા હશે. તો હવે આ લીંબુ ને કોઈ પણ કાણાં વાળા વાસણ માં નિતારી લો અને 5 મિનિટ મૂકી રાખો જેથી વધારાનું પાણી નીતરી જાય.
- 5
હવે 5 મિનિટ પછી કોઈ પણ કોટન ના સાફ કાપડ પર આ લીંબુ ની બધી સ્લાઈસ ને છૂટી છવાઈ પથરી દો. અને 6 થી 7 કલાક માટે તેને સુકાવા દો.(તડકા માં ન સૂકવવા)
- 6
7 કલાક પછી સુકાયેલા લીંબુ ને એક તપેલી માં લો. અને તેમાં ગોળ ઉમેરી બધા dry મસાલા જેવા કે ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું, હળદર અને 1 ચમચી મીઠું ઉમેરી મિક્સ કરો.
- 7
શરૂઆત માં મિકસ કરતા થોડી તકલીફ પડશે પરંતુ જેમ જેમ લીંબુ ઓગળતાં જશે તેમ તેમ તે સરસ મિકસ થશે.
- 8
અથાણાં ને 5 મિનિટ ઢાંકીને ફરીથી મિક્સ કરો...અને આ વખતે જો તમને કોઈ લીંબુ ના બીજ દેખાય તો તેને ચમચી વડે કાડી લો. જેથી અથાણું કડવું ના થાય..
- 9
અથાણું બરાબર મિકસ થાય પછી 5 કલાક માટે તેને ઢાંકીને મૂકી દો જેથી તે સરસ એકરસ થઈ જાય..પછી સર્વ કરો.
- 10
5 કલાક પછી અથાણું સરસ એક રસ થઈ જશે..તો તૈયાર છે લીંબુ નું ખાટું મીઠું અથાણું... જેને તમે ભાખરી, પરાઠા, થેપલા કે પછી રોટલી સાથે સર્વ કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (5)