વેજ.પફ(Veg. Puff Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. પફ શીટ માટે
  2. 2 કપઘઉ નો લોટ
  3. 2 ચમચીઘી
  4. 2 ચમચીબટર
  5. 1/4 ચમચીમીઠું
  6. 1/4 ચમચી અજમો
  7. 1/2 કપપાણી
  8. સ્ટફિંગ માટે
  9. 2 ચમચીતેલ
  10. 2 નંગબટાકા
  11. 2 નંગડુંગળી
  12. 1/2 કપ કેપ્સિકમ
  13. 1/2 કપ ગાજર
  14. 1/4 ચમચી મીઠું
  15. 1/2 ચમચીઓરેગાનો
  16. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  17. ચપટીહળદર
  18. 1/4 નંગ મરચું
  19. 2 ચમચીપાણી
  20. અન્ય સામગ્રી
  21. 50 ગ્રામબટર
  22. 1/4 કપમેંદો
  23. 2 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ ચાળી લો.તેમાં મીઠું,અજમો હાથ થી ક્રશ કરી ઉમેરો.

  2. 2

    હવે બટર,ઘી મિકસ કરી જરૂર મુજબ પાણી લઈ કણક તૈયાર કરો.અને 15 મિનિટ પોલીથીન બેગ મા મૂકી ફ્રીજ મા મૂકી દો.

  3. 3

    હવે બહાર કાઢી પ્લેટફોર્મ પર મેંદો છાટી જાડો રોટલો વણી લો.બટર ને પ્લાસ્ટિકની બેગ ની વચ્ચે મૂકી વણી લો.

  4. 4

    હવે રોટલા પર વણેલુ બટર મૂકી ફોલ્ડ કરી બેગ મા મૂકી 15 મિનીટ ફ્રીજ મા મૂકી દો.

  5. 5

    હવે પ્લેટફોર્મ પર લોટ છાટી કણક લઈ તેને ચોરસ વણી ફોલ્ડ કરી બેગ મા પેક કરી 15 મિનીટ ફ્રીજ મા મૂકી દો.ફરી એજ પ્રોસેસ કરો.ટોટલ 4થી5 વાર થશે.

  6. 6

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાતળો.મીઠું ઉમેરો.હવે બટાકા પીસ કરેલ, ગાજર,કેપ્સિકમ ઉમેરી હળદર,મરચું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ ઉમેરો.સહેજ પાણી ઉમેરો જેથી મસાલા બળી ન જાય હવે નીચે ઉતારી ઠંડુ થવા દો.,

  7. 7

    હવે કણક ને બહાર કાઢી તેનો ચોરસ રોટલો મીડીયમ સાઇજ વણી લો.હવે સાઇડ કટ કરી તેના 4 ભાગ કરો.

  8. 8

    હવે બધામાં થોડું સ્ટફિંગ ભરી કોર્નર મા દૂધ થી સીલ કરી પફ તૈયાર કરો.

  9. 9

    પ્રી-હીટ ઓવન મા 200ડિગ્રી ર 25 મિનિટબેક કરો.તૈયાર છે વેજીટેબલ પફ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes