વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)

Daksha Vikani @cook_24955849
વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કણક બાંધવા માટે ની રીત-સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં ૩ ચમચી તેલ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને મીક્સ કરો.ત્યારબાદ પાણી ઉમેરી ને રોટલી જેવો લોટ બાંધી લો.
- 2
પરાઠા બનાવવા માટેની રીત- સૌપ્રથમ લોટની રોટલી વણી લો.હવે એક રોટલી પર સેઝવાન ચટણી સ્પ્રેડ કરી તેના પર બધું શાકભાજી બરાબર પાથરી લો.પછી પીઝા મસાલો sprinkle કરી લો.
- 3
હવે તેના પર ચીઝ ખમણી લો. હવે તે જ સાઇઝની બીજી રોટલી વણી લો.તેના પર સેઝવાન ચટણી સ્પ્રેડ કરી તેને પેલી રોટલી પર મૂકીને તેને સાઈડ પરથી બરાબર પ્રેશ કરી લો.પછી તેને હાથ થી થોડી પ્રેશ કરી લો જેથી તેમાં રહેલી હવા નીકળી જાય.
- 4
હવે તેને તવીમાં બટર અથવા તેલ લગાવી લો ફ્લેમ પર શેકી લો.થોડા કડક થવા દેવા જેથી ક્રિસ્પી બને.
- 5
તમારા વેજ સેઝવાન ચીઝ પીઝા પરાઠા તૈયાર છે.. આને તમે ટોમેટો સોસ અથવા સેઝવાન ચટણી સાથે સર્વ કરી શકો છો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638283









ટિપ્પણીઓ (4)