પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના ટુકડા કરી તેમાં થોડી હળદર, મરચા પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 20 મિનિટ માટે રહેવા દો.
- 2
હવે બધી વસ્તુ લઈ લો. ટામેટાં ની પ્યુરી કરો. ડુંગળી,આદુ,લસણ ને છીણી લો. લવિંગ ઇલાયચી તજ ને અધકચરા વાટી લો. હવે એક કડાઈમાં માં ગેસ પર 2 ચમચા તેલ અને એક ચમચી ઘી ગરમ કરો.
- 3
ત્યાર પછી તેમા જીરૂ તેમજ વાટેલા મસાલા ઉમેરો. આ મસાલા ને એક મિનિટ સુધી સાંતળો પછી તેમા ડુંગળી તેમજ આદુ લસણ પણ ઉમેરી બરાબર સાંતળી લો.
- 4
બધું બરાબર સંતળાઈ જાય પછી તેમા 1/2 ચમચી ગરમ મસાલો તેમજ 1 ચમચી મરચું પાઉડર થોડું મીઠું અને એક ચમચી બેસન ઉમેરી બરાબર મિક્સ કરો પછી તેમાં સમારેલી કોથમીર અને ટોમેટો પ્યુરી ઉમેરો. પછી બરાબર મિક્સ કરી આ મિશ્રણ ને ઉકળવા દો.
- 5
એક બીજી કડાઈ માં ગેસ પર એક ચમચી ઘી ગરમ કરો. પછી તેમા મસાલા ભેળવેલા પનીર ના ટુકડા નાખો તેને સાવ ધીમી આંચ પર થોડી વાર સાંતળો.
- 6
પછી આ સાંતળેલા પનીર ને ઉકળતી ગ્રેવી માં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં એક વાટકી પાણી ઉમેરો. હવે આ સબ્જી ને પાંચ મિનિટ સુધી પાકવા દો. પછી ગેસ બંધ કરો.
- 7
તો તૈયાર છે પનીર મસાલા સબ્જી તેને ગરમ ગરમ તંદુરી રોટી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (4)