સૂજી ઉત્તપમ (sooji uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂજી(રવા) બેઝ બનાવવા માટે :- રવાને એક બાઉલમાં લઈ તેમાં મીઠું, કોથમીર અને દહીં નાખી મિક્સ કરો, તેમાં પાણી ઉમેરી મીડીયમ ઘટ્ટ બેટર બનાવી 15-20 મિનિટ માટે રેસ્ટ્ આપો.
- 2
15-20 મિનિટ બાદ તેમાં ફરી થોડું પાણી ઉમેરી મીડીયમ ઘટ્ટ બેટર તૈયાર કરો. લોઢી પર તેલ લગાવી ગેસ પર ગરમ કરવા મૂકો, થોડી વાર પછી એક મોટો ચમચો બેટર લોઢી પર પાથરો. તેલ લગાવી બંને બાજુથી ગોલ્ડન રંગના શેકો.
- 3
સ્ટફિંગ બનાવવા માટે :- એક પેનમાં તેલ લઈ ગેસ પર મૂકો. ગરમ થાય એટલે તેમાં જીરું, આદુ - લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. પછી તેમાં બધા શાકભાજી ઉમેરી 2-3 મિનિટ ચડવા દો. 2-3 મિનિટ પછી તેમાં બટેટાનો માવો ઉમેરી બધા મસાલા ઉમેરો અને એક બાઉલમાં કાઢી લો.
- 4
ટાકોઝ એસેમ્બલ કરવા માટે :- સૂજી બેઝ લઈ તેના પર ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી સ્પીડ કરી બેઝના અડધા ભાગ પર બનાવેલું સ્ટફિંગ પાથરો.
- 5
ઉપરથી ચીઝ ખમણી અને ડુંગળીની રીંગ મૂકો.હવે સુજીના બેઝને વચ્ચેથી એ રીતે વાળો જેથી સ્ટફિંગ કવર થઈ જાય. સૂજી ટાકોઝ ને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ