પરોઠા(Parotha Recipe in Gujarati)

પરોઠા(Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક વાસણ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું, તેલ નું મોણ, જીરું (મસળી લેવું)બધું સરખી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, મસળીને થોડો નરમ થોડો કઠણ લોટ બાંધી લો
- 2
ત્યાર બાદ બાંધેલા લોટ ને ૫ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો.. ને ૫ મિનિટ બાદ સેજ તેલ વારો હાથ કરી ને લોટ માં થી લુવા બનાવી લો
- 3
ત્યાર બાદ એક લુવો લો. આ લુવા ને ભાખરી વણવાની આદણી પર ઘઉં ના લોટ નું અટામણ લઇ ને ગોળાકાર ભાખરી વણી લો
- 4
હવે આ વણેલી ગોળ ભાખરી ની ઉપર ની બાજુએ તેલ ચોપડી દો ને ઘઉં ના લોટ નું અટામણ લગાવો,
- 5
પછી ભાખરી ને અર્ધ-ગોળાકાર વાળી લો હવે અર્ધ-ગોળાકાર ભાગ પર ઘી ચોપડી, ફરીથી તેને વાળીને ત્રીકોણાકાર બનાવો.
- 6
હવે આ ત્રીકોણાકાર પરોઠા ને અટામણ લગાવી ફરી થી ત્રીકોણાકાર માં વણી લો
- 7
હવે એક તવાને ગરમ કરી, તૈયાર ત્રિકોણ પરોઠાને થોડા ઘીની મદદથી, બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે બધા પરોઠા વણી સેકી લો
- 8
તો તૈયાર છે પરોઠા. આ પરોઠા ને એક ડીશ માં લઇ લો. આ ગરમ પરોઠા ને તમે દહીં, અથાણાં. સાથે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (2)