મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)

આ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે.
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
આ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં મેગી નાખી તેમાં પાણી નાખો. હવે ગેસ પર મુકો. મેગી ને ૮૦% જ કુક કરવાની છે. મેગી થવા આવે એટલે તેમાં કોથમરી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી મિક્સ કરવું. પછી બધું તેમાં કોર્ન ફ્લોર નાખવી.
- 2
હવે બીજા ગેસ પર તવો મુકી તેમાં તેલ નાખો. પછી મેગી ને તવા માં નાખો. ગોળ આકાર થઈ એવી રીતે પાથરો. ધીમા ગેસ પર બરાબર કુક કરો. એક સાઈડ કુક થઈ ગયા પછી ફેરવી નાખવું.
- 3
હવે તેના પર પિઝા સોસ લગાવો. હવે તેના પર ચીઝ, ટામેટા, કેપ્સીકમ, સ્વીટ કોર્ન,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો નાખવા. હવે તવા ને ઢાંકણ ઢાંકી ૫ મિનિટ કુક કરવું. બીજી સાઇડ બરાબર કુક થઈ જાય પછી એક ડિશ માં લઇ લેવું.
- 4
હવે તેના ટુકડા કરી એક ડિશ માં મૂકી તેને ચીઝ, ટામેટા,કેપ્સીકમ, સ્વીટ કોર્ન ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
તો તૈયાર છે મેગી પિઝા.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (7)