પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ઝટપટ થઈ જાતાં પુડલા
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, હિંગ, મીઠું અને ટામેટા, ડુંગળી, લસણ, આદું, મરચાની પેસ્ટ ઉમેરી અને ખીરું તૈયાર કરવું
- 2
ગેસ ઓન કરી તવી ગરમ કરવા મૂકવી તવી પર તેલ લગાવી ૧ ચમચો ખીરુ લઈ ગોળાકારમાં પુડલો તૈયાર કરવો પુડલા ની ફરતી કિનારી પર તેલ લગાવી પુડલા ને પલટાવી નાખવો બીજી સાઈડ પણ પુડલા ને તે લગાવી શેકી લેવો તો તૈયાર છે આપણો મસાલા પુડલો.
- 3
તૈયાર થયેલા પુડલા ને દહીં તથા ટમેટો કેચપ સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવો
- 4
## ગળ્યા પુડલા બનાવવા માટે ઘઉંના લોટમાં ચણાનું તેમજ બાજરીનો લોટ ઉમેરી તેમાં ગોળ અને છાશ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરવું
- 5
ત્યારબાદ તવી પર ઘી લગાવી તેને પણ રાઉન્ડ શેપમાં ગોળ કરી ફરતી કિનારી ઘી લગાવી પલટાવી નાખવો પછી નીચેની સાઈટ પણ ચડી જાય એટલે ગળ્યા પુડલા તૈયાર
- 6
તૈયાર થઈ ગયેલા ગળ્યા પુડલા ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (3)