ઇન્સ્ટન્ટ જલેબી(Instant Jalebi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં મેંદો ચોખાનો લોટ દહીં હળદર નાખીને હલાવી લો પછી ધીમે ધીમે પાણી નાખીને ધીમે ધીમે બેટર બનાવવાનું છે. થોડું જાડું બેટર રાખવા નું છે. હવે તે બેટર ને પાંચ મિનિટ ઢાંકીને મૂકી દો.
- 2
ત્યાં સુધી ચાસણી બનાવવા માટે એક પેન લઈને તેમાં ખાંડ લઇને તેમાં પાણી નાખી દો પછી ગેસ પર મૂકીને ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો ખાંડ ઓગળે એટલે તેમાં લીંબુનો રસ નાખવાનો છે અને પાંચથી દસ મિનિટમાં ચાસણી તૈયાર કરી દો.
- 3
હવે બેટર લઈને તેમાં ચપટી સોડા નાખીને હલાવી લો પછી તે બેટર ને બોટલમાં ભરી લો અને તેલમાં જલેબી શેપમાં પાડીને તળી લો હવે એક જલેબી તૈયાર થાય એટલે તે ચાસણીમાં મુકીને ડુબાડીને કાઠી લેવાની છે. બધી જલેબી રેડી થઈ જાય એટલે તેને ફાફડા &કઢી સાથે સર્વ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725565











ટિપ્પણીઓ (4)