અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#Sabudanakhichdi
મેં આ સાબુદાણાની ખીચડી લારી પર મળે એ રીતે બનાવી છે. ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને લારી પર મળે એવી જ ટેસ્ટી બને છે.બધાને બહુ જ ભાવશે

Watch full video on my YouTube channel Rinkal's Kitchen

અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)

#Sabudanakhichdi
મેં આ સાબુદાણાની ખીચડી લારી પર મળે એ રીતે બનાવી છે. ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને લારી પર મળે એવી જ ટેસ્ટી બને છે.બધાને બહુ જ ભાવશે

Watch full video on my YouTube channel Rinkal's Kitchen

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
  1. ૧ કપસાબુદાણા
  2. ૨ નંગબાફેલા બટાકા
  3. ૧/૨ કપબટાકા નો ચેવડો
  4. ૪,૫ બટાકા ની વેફર
  5. ૧/૪ કપકોથમીર
  6. લીંબુ
  7. ૧/૨ ટી સ્પૂનકાળા મરી પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું કે તીખાશ પ્રમાણે
  9. ૪ ટેબલ સ્પૂનખાંડ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને બે ત્રણ વાર સરસ પાણીથી ધોઈને બે કલાક સુધી પલાળી રાખો. સાબુદાણા ડુબે એટલું જ પાણી રેડવું. હવે ૨ કલાક પછી સાબુદાણા માં બે બાફેલા બટાકા હાથેથી મેશ કરીને નાખવા.

  2. 2

    હવે એક સ્ટીમર માં પાણી ઉમેરી એને ગરમ કરવા મૂકો. હવે કાણા વાળી એક ડીશ કે બાઉલ મૂકો અને એમાં સાબુદાણા અને બટાકાઉમેરો અને ઢાંકીને એને સ્ટીમર થી ચડવા દો. વચ્ચે વચ્ચે સાબુદાણાને હલાવતા રહેવું જેથી નીચે ચીપકી ના જાય અને સાબુદાણા બરાબર સ્ટીમ થઈ જાય પછી ગેસ પરથી ઉતારી લો.

  3. 3

    સાબુદાણાની ખીચડી ગરમાગરમ જ સારી લાગે છે એને અગાઉથી બનાવીને મૂકવી નહીં. તો જ્યારે ખાવી હોય ત્યારે જ બધા મસાલા કરવા તો હવે એક બાઉલમાં સાબુદાણા બટાકા લો અને એમાં ચેવડો ઉમેરો.

  4. 4

    હવે એમાં બટાકાની વેફરને તોડીને ઉમેરો અને કાળા મરીનો પાઉડર ઉમેરો. લાલ મરચું તીખાશ પ્રમાણે ઉમેરો અને કોથમીર ઉમેરો. આ ખીચડી તીખી બહુ જ મસ્ત લાગે છે તો મરચું વધારે ઉમેરો.

  5. 5

    લીંબુનો રસ, ખાંડ અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.

  6. 6

    એકદમ ચટપટી અને તીખી સાબુદાણાની ખીચડી ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે એને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને તમે ઉપવાસ માં બનાવીને ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes