લીંબુની અથાણું(Limbu Athanu Recipe in Gujarati)

#DA
Week-1
સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું જમવાનું કે પછી સાંજના પણ અથાણું તો જોઈએ જ ગુજરાતીઓને અથાણાં વગર ના ચાલે.
લીંબુની અથાણું(Limbu Athanu Recipe in Gujarati)
#DA
Week-1
સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું જમવાનું કે પછી સાંજના પણ અથાણું તો જોઈએ જ ગુજરાતીઓને અથાણાં વગર ના ચાલે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીંબુને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા. ચપ્પુ વડે લીંબુ ના બે ભાગ કરવા. એક વાસણમાં લીંબુનો રસ કાઢી લેવો. આ રસને એક બોટલમાં ભરી ફ્રીઝરમાં સાચવવા માટે રાખો. જેથી જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય. હવે અથાણા માટે આપણે આ છાલ નો ઉપયોગ કરવાનો છે. કોઈપણ ફળ કે શાકભાજી માં વિટામીન્સ હોય છે તેના કરતાં તેની છાલમાં વધુ વિટામિન્સ ફાઇબર પ્રોટીન આપણને મળે છે. તો પછી છાલ ને ફેકી કેમ દેવાય? હવે આ છાલને સુધારી તેમા મીઠું તથા હળદર નાખી ચોળી નાખું પછી એક બરણીમાં ભરી ચાર પાંચ દિવસ માટે રહેવા દેવુ.
- 2
ચાર-પાંચ દિવસ પછી લીંબુની છાલ નરમ પડી ગઈ હશે. હવે તેને એક ત્રાસ મા પાથરી તડકે સૂકવવા આમ તો એક દિવસ માં સુકાય જાય પણ વાદળા ના હિસાબે મારે બે દિવસ સૂકવવા પડ્યા.
- 3
હવે આ મા ગોળને સુધારીને ભેરવો હાથેથી ચોળી લેવો ગોળને એકદમ મિક્સ કરી લઈ તેમાં મરચું એમજ વરીયાળી નાખી હલાવી લેવું. એકથી બે દિવસ એમ ઢાંકી રાખવું અને હલાવો પછી એક કાચની બરણીમાં ભરી લેવું અને જ્યારે પણ જોઈએ ત્યારે પીરસો. આ છે મારો લીંબુની છાલ નું અથાણું તૈયાર.
- 4
નાના-મોટા સૌ કોઈને ભાવે એવું ખાટું-મીઠું અથાણું ટેસ્ટી-ટેસ્ટી.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (5)