પાલક મગનીદાળ શાક(palak moong dal shaak recipe in Gujarati)

#GA4
#week2
આજે મે આપડું ભારતીય ભોજન બનાવ્યું એકદમ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ અને એ પણ પાલક માંથી શાક બનાવ્યું છે જે ખુબ જ હેલ્થી છે જેમાં મે થોડું અલગ રીતે બનાવ્યું છે, આમ તો આપણે મુઠીયા, ટામેટા વાળું શાક કે પરોઠા કાંતો પાલક પનીર બનાયે છે તો મે એમાં થોડું ચેન્જ કરી મગનીદાળ નાખી ને બનાવ્યું છે જે નાના થી માડી મોટા ને ખુબ ભાવશે, અને એની સાથે મૈંદા ની રોટલી અને પાપડ જોડે ખાવાની મજા જ કઈ અલગ હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ની ભાજી સમારી ને ધોઈ નાંખીશુ, પછી એને એક તાસરું લઈશુ એમાં 1 ટેબલ ચમચી તેલ લઇ એમાં 1ટી ચમચી રાઈ નાખી વગાર કરીશુ.
- 2
વગાર કરી એમાં પાલક એડ કરીશુ, પછી એમાં થોડું પાણી એડ કરીશુ, થોડું મીઠું એડ કરીશુ, અને એને બાફવા દઈશુ.
- 3
પછી એક તપેલીમાં મગની દાળ લઇ એને ધોઈ નાંખીશુ અને એમાં પણ પાણી નાખી એને એક બાજુ બાફવા મૂકી દઈશુ. પછી એક કડાઈ માં એક કપ મેદો લઈશુ એમાં થોડું તેલ એડ કરી લોટ બધીશુ ત્યાં સુધી મગની દાળ ને પાલક બફાઈ જશે. આ રીત નો લોટ બાંધી લઈશુ.
- 4
પછી પાલક બફાઈ જાય એટલે એમાં ટામેટું સમારી ને એડ કરીશુ, મગની દાળ બાફેલી એડ કરીશુ, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશુ, 1 ટી ચમચી લાલ મરચું, 1 ટી ચમચી ગરમ મસાલો, 1/2 ટી ચમચી હળદર, 1 ટી ચમચી લસણ ની ચટણી એડ કરી બધું મિક્સ કર લઈશુ.
- 5
એટલે આપડુ શાક ત્યાર થઈ ગયું છે અવે એને આપડે મૈંદા ના લોટ ની રોટલી અને ડુંગળી અને પાપડ સાથે ખાઈસુ તો ખુબ જ સરસ લાગશે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ