રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકાને છોલીને કાંટાથી તેમાં કાણાં પાડી લો. મીડિયમ આંચ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થતાં જ તેમાં બાફેલા બટાકાં ઉમેરો અને સામાન્ય ગોલ્ડન કલરના થાય પછી એક પ્લેટમાં કાઢીને મૂકી દો.
- 2
હવે આ જ તેલમાં તજ, લવિંગ, ડુંગળી, આદુ, લસણ, ટામેટું અને કાજૂ નાખીને ફ્રાય કરો. ગોલ્ડન રંગના થાય એટલે કાઢીને મિક્સચરમાં પીસી લો.
- 3
હવે ફરીથી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તમાલપત્ર નાખીને તતડાવો. જીરું તતડી જાય એટલે તેમાં ટામેટાંની પ્યૂરી અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.
- 4
પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં દહીં અને પાણી નાખીને થોડી વાર ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં ફ્રાઈડ બટકાં ઉમેરીને લગભગ 5 મિનિટ સુધી ચડવા દો.
- 5
ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર કરેલા દમ આલૂને રોટલી કે નાન સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (10)